આજ કાલ મેન્ટલ હેલ્થ એ ખૂબ ચર્ચાતો વિષય બન્યો છે. ઠેર ઠેર તે વિશેની વાતો થાય છે અને તે વિશેની અવે૨નેસ પણ વધી છે. છતાં કેટલાયે લોકો માનસિક બીમારીને ઘણીવાર બિમારી પણ નથી ગણતા. અને આવા સમયે આ બધી જ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ વિષે સાચી માહિતી મળવી અનિવાર્ય થઇ જાય છે. આજે જયારે Technologyનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મોટા ભાગના લોકો પોતાના દિવસનો બહુ મોટો હિસ્સો Technologyના સહારે પસાર કરતા થયા છે અને ત્યારે પણ મેન્ટલ હેલ્થ વિષે વાત વધારે જરૂરી બની જાય છે. તો જલસો આ એક નવો ઉપક્રમ પ્રસ્તુત કરે છે Mind શિફ્ટ.
જેમાં અમે MBBS અને MD ડૉક્ટર Devashish Palkar સાથે માનસિક સ્વાસ્થ્યના મહત્વના પાસાઓ વિષે ખૂબ ઊંડાણમાં ચર્ચા કરી છે. આ પોડકાસ્ટ કુલ ત્રણ ભાગમાં Divided છે જેમાં પહેલા એપિસોડમાં મેન્ટલ હેલ્થ એટલે શું? તેનો અર્થ.. બીજા એપિસોડમાં Youth અને તેમની મેન્ટલ હેલ્થ Problems અને માતા-પિતાનો શું રોલ હોય છે તેની વાત કરી છે. જ્યારે ત્રીજા એપિસોડમાં Work-life Balance કેવી રીતે જાળવી શકાય અને કેવી રીતે Stressને પોતાના ફાયદામાં વાપરી શકાય છે. આ પોડકાસ્ટમાં મેન્ટલ હેલ્થ આસપાસ રહેલી ઘણી Mythsને પણ અમે ભાંગવાની કોશિશ કરી છે. જો તમે મેન્ટલ હેલ્થ માટે થોડા પણ સભાન હશો તો આ પોડકાસ્ટ તો તમારે સાંભળવો જ રહ્યો.