Hello Doctor આપણા સ્વાસ્થ્યને લગતી જરૂરી વાતો કહેતો પોડકાસ્ટ. જેમાં વાત કરવામાં આવી છે શરીરને તંદુરસ્ત રાખવાની. જેમા ડોક્ટર્સ દ્વારા નાની નાની ટીપ્સ અને સરળ રીતો આપવામાં આવે છે. આ ટીપ્સ એવી હોય છે કે જેને આપણે આપણા રોજીંદા જીવનમાં સરળતાથી અમલમાં મૂકી શકીએ એમ છીએ. એટલે હવે ડોકટર આપણા ફોનમાં અવાજ સ્વરૂપે વસે છે એમ જ માની લો અને એ પણ તમામ બીમારીઓના ડોક્ટર. અને એવા એક નહિ ઘણા બધા ડોકટર્સ. તમારા તથા તમારા પરિવારજનોના તથા તમારા મિત્રોના સ્વાસ્થ્યને બળકટ રાખશે આ પોડકાસ્ટ એની ગેરેંટી. તો જરૂર સાંભળજો જલસો પર પોડકાસ્ટ ‘હેલો ડોક્ટર – સ્વાસ્થ્યને કોલીંગ’.
