ભારતીય સંસ્કૃતિની પ્રમુખ વિચારધારામાં દાન, તપ, યજ્ઞ, પૂજા અને વ્રત રહ્યાં છે. વ્રતનો મૂળ અર્થ થાય છે ધારણ કરવું, સંકલ્પ કરવો. બીજો અર્થ થાય છે ઉપવાસ કરવો. વ્રત આપણા મનની શુદ્ધિ કરે છે. વ્રત કરવાનો મૂળ આશય તો આપણા ચિત્તની પ્રસન્તા વધે એ છે. વ્રત આપણા ઇષ્ટદેવ કે દેવી પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધામાં વધારો કરે છે. આપણા ભારતીય પંચાગની અંદર નિશ્ચિત તિથિઓમાં વ્રત આવે છે. વ્રતનાં સમય નિર્ધારિત કરેલા હોય છે. કોઈ વ્રત ત્રણ દિવસનું હોય છે તો કોઈ વ્રત છ મહિના, એક વર્ષ, કે પાંચ વર્ષનું હોય છે. વ્રતની ખાસ બાબત એ હોય છે કે, તેનાં નિયમ પાળવાના રહે છે. આપણા હિંદુ પંચાંગમાં પ્રચલિત વ્રતોમાં દેવી અંબાનું, ગૌરીનું, ભગવાન શિવનું, ગણેશનું, મા સંતોષીનું, ધર્મ રાજાનું, સૂર્ય નારાયણનું વ્રત, ફૂલ કાજલીનું વ્રત, એકાદશીનું વ્રત, ગાય તુલસીનું વ્રત, મંગલા ગૌરીનું વ્રત અને દશામાનું વ્રત વગેરે ખુબ જ પ્રસિદ્ધ છે. જલસો પર સાંભળો આ બધા જ પ્રસિદ્ધ વ્રતોની કથાઓ અને તેનું મહાત્મય.