સમાજ જીવનના એટલે કે લોકજીવનના એવા કેટલાક પ્રતીકો કે પ્રથા-પરંપરા છે, કે જે વારસા તરીકે આજે પણ સચવાયા છે. આપણા આવા અનન્ય વારસાને સમજાવતો પોડકાસ્ટ એટલે વિસરાતી વિરાસતો. આ પોડકાસ્ટમાં વાત કરવામાં આવી છે આપણા ઘરની, ઘરના અમુક એવા હિસ્સાઓની કે જેના વિષે સાંભળીને તમને ક્યાંક તમારા બાળપણ કે જીવનના શરૂઆતના એ વર્ષો ફરી જીવવાનો મોકો મળશે. આ પોડકાસ્ટમાં ઘરની મેડી, ગોખલો, ઉંબરો અને ઓટલાને યાદ કર્યા છે. અને આ બધા જ હિસ્સા પાછળ રહેલા અનન્ય મહત્વની પણ વાત કરવામાં આવી છે. આપણી સંસ્કૃતિના, વારસાના થોડાક વધારે પ્રેમમાં પડવું હોય તો જલસો પર આ પોડકાસ્ટ સાંભળવો જ રહ્યો.