આપણે આજ કાલ જોતા હોઈએ છીએ કે આપણું યુથ વેસ્ટર્ન મ્યુઝિક તરફ આગળ વધી રહ્યું છે. અને વેસ્ટર્ન મ્યુઝિક એપ્રીશીયેટ કરતું હોય છે. પણ એવો પણ સમય હતો જયારે આખું વેસ્ટર્ન વર્લ્ડ આપણા સંગીતનું દીવાનું હતું. આ પોડકાસ્ટ The Raga legendsમાં અમે કોશિશ કરી છે કે, ગુજરાત અને ભારતના એવા મહાન સંગીતકારો વિષે તમને જણાવીએ જેમણે સંગીતનો ચીલો ચીતર્યો છે. ઘણીવાર આપણને મહાન સંગીતકારોની સિદ્ધિઓ વિશેની જાણ હોય છે પણ તેમના વ્યક્તિગત જીવનમાં તેઓ કેવા હતા તે વિશે આપણને માહિતી હોતી નથી. કોઈ મહાન સંગીતકારની ચડતીની જર્ની કેવી રહી હશે તે જાણતા હોઈએ છીએ પણ તેમની ઈમોશનલ સાઈડ, તેમની હ્યુમન સાઈડ વિષે આછેરો અંદાજ પણ હોતો નથી.
તાના-રીરી, તાનસેન, બૈજુ બાવરા, પુરંદરદાસ અને અમીર ખુસરો જેવા મહાન સંગીતકારોની કહાણી અને ચઢતી પડતી વિષે વાત અમે આ પોડકાસ્ટમાં કરી છે. તે ઉપરાંત પ્રો.મૌલાબક્ષ અને પંડિત આદીત્યરામ વ્યાસ જેવા સંગીત ઉસ્તાદો જેમણે સંગીતની ધરોહર આપણા સુધી પહોંચાડી તેમના વિષે પણ વાત કરી છે. જો તમે સંગીતના દીવાના હોવ તો આ પોડકાસ્ટ જલસો પર તમારે સાંભળવો જ રહ્યો.