દિવસે દિવસે Technology આગળ વધતી જાય છે અને બદલાતી જાય છે. રોજ ને રોજ કંઈક નવું આવતું જાય છે. જેના વિષે સતત અપડેટેડ રહેવું એક મોટો ટાસ્ક છે. આ પોડકાસ્ટમાં અમે તમને અવનવી ટેકનોલોજી અને ગેજેટ્સ વિશે અપડેટેડ રાખીએ છીએ. જો તમને ક્યારેય એવો સવાલ થયો હોય કે આ ગેજેટ કામ કેવી રીતે કરે છે? તો આ પોડકાસ્ટ તમારા માટે છે.
આ પોડકાસ્ટમાં અમે જણાવીએ છીએ કે કેવી રીતે કોઈ ગેજેટ કામ કરે છે અને તેમાં કેવા પ્રકારની Technologyનો ઉપયોગ થાય છે. રોજબરોજની ટેકનોલોજીથી લઈને સૌથી યુનિક ગેજેટ જેને માત્ર એક્સપોર્ટ કરાવવું પડે તેવી વસ્તુઓ આ પોડકાસ્ટમાં કવર કરવામાં આવે છે. સ્માર્ટ રીંગ, એવી સુટકેસ જેના પર બેસીને તેને ચલાવી શકાય, ફોલ્ડેબલ ફોન, VR Box, Whatsappના નવા ફીચર વિષે અને સાથે ઘણું બધું સાંભળો અમારા યુનિક એન્ડ ફન ટેકનોલોજીકલ પોડકાસ્ટ ‘ટેક ટકાટક’માં Only on જલસો.