વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો એક રીતે પોતાની અંદર જ એક ખુબ જ intresting topic હોય છે. આ Celebrity Podcastમાં પ્રતિષ્ઠિત ફિલ્મ દિગ્દર્શક રાહુલ ભોળે તેમની વિજ્ઞાન વિષેની વાત કરે છે. જેમાં આપણે દારુ કેમ પીએ છીએ? પોપકોર્નની શોધ કેવી રીતે થઇ હતી? વિજ્ઞાન અને વિજ્ઞાનીઓની અનોખી પ્રેમકથા અને દિગ્ગજ વૈજ્ઞાનિકો પણ કેવી સડકછાપ રોમિયો જેવી હરકતો કરી શકે છે? આઈનસ્ટાઇનના મૃત્યુ બાદ તેમના મગજની ચોરી કેવી રીતે થઇ હતી? અને આ સિવાય પણ ઘણા બધા વિજ્ઞાન વિશેના રોચક તથ્યો રાહુલ ભોળે આપણી સામે પ્રસ્તુત કરે છે.
આ Celebrity પોડકાસ્ટ ‘Sci – Kick’માં અમે કોશિશ કરી છે કે વિજ્ઞાનને એક અલગ રીતે જોવાની. અને વિજ્ઞાનને થોડુક ફન બનાવી શકાય. જો તમને વિજ્ઞાન, તેની અનોખી શોધો અને વૈજ્ઞાનિકોના વ્યક્તિગત જીવન વિષે જાણવામાં રસ પડતો હોય તો આ પોડકાસ્ટ જાણે તમારા માટે જ છે. સાંભળો sci-kick with રાહુલ ભોળે only on જલસો.