જ્યારે તમને એવું લાગે કે તમે સાવ દિશાવિહીન છો, ત્યારે સૌથી વધારે કામ લાગી શકે એવો અમારો પોડકાસ્ટ એટલે લક્ષ્યમ. જેમાં સંસ્કૃત સાહિત્યમાંથી કેટલીક એવું ઉક્તિઓ વિષે વાત કરીએ છીએ જે આપણા માટે પ્રેરણાદાયી સાબિત થઇ શકે. મોટીવેશન મેળવવા આપણે ક્યાં ક્યાં નથી જતા. શું શું નથી વાંચતા. પણ પૌરાણિક સંસ્કૃત સાહિત્યને ફંફોસીએ તો સાવ સામાન્ય લગતી પંક્તિ ખુબ જ મોટી વાત સમજાવી જતી હોય છે. સફળતા અને અસફળતા ભાગ્યને આધીન છે, આવું આપણે સતત સાંભળતા આવ્યા છીએ. અમુક અંશે એ સાચું પણ છે. કોઈ વ્યક્તિ ખુબ જ મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત કરી શકે નહિ ત્યારે તે નસીબમાં નથી એવું માનીને મન મનાવે છે. હા, કદાચ તે સમય પુરતું મન મનાવવા માટે નસીબનાં નામે નિષ્ફળતા ચડાવી દેવી માફ છે. પરંતુ એ એક હાર પછી નસીબમાં સફળતા જ નથી એવું માનીને બેસી જવું એ યોગ્ય નથી. આપણે જો આપણા ભાગ્યને બદલવા માટે કોશિશ ના કરીએ તો તે ક્યારેય બદલાશે નહિ. આ જ વાતો સંસ્કૃત સુભાષિતોમાં ખુબ જ સરળતાથી સમજાવી છે. આ જ સુભાષિતો થકી મોટીવેશન આપતો પોડકાસ્ટ એટલે લક્ષ્યમ.