આપણા પુરાણો, ઉપનિષદ અને વેદોમાં જે છુપાયેલું છે, એ કદાચ સૌથી અમુલ્ય જ્ઞાન છે. આપણા મહાકાવ્યો જેમ કે મહાભારત અને રામાયણ પણ એવી કથાઓથી સમૃદ્ધ છે, જે તેને વાંચનાર દરેક માટે જ્ઞાનવર્ધક સાબિત થઇ શકે છે. કથાનક – માયથોલોજી વિથ ઉર્વશી નામનો જલસો પર એક સુંદર પોડકાસ્ટ અમે તૈયાર કર્યો છે. જેમાં આપણા આ પ્રાચીન પુસ્તકોમાંથી અજાણી કથાઓ શોધીને અમે રજુ કરી છે. આ પુસ્તકો વાંચવા કદાચ અઘરા પડી શકે છે. કદાચ જે પુસ્તક શોધતા હોઈએ તે મળે પણ નહિ. તેથી જ અમે આ પુસ્તકોમાં છુપાયેલી એવી કથાઓ કે જે કદાચ તમે ના વાંચી હોય, ના સાંભળી હોય તેને આપના સુધી પહોંચાડવા આ શો તૈયાર કર્યો. એવી ઋષિઓ, યુધ્ધો, દેવતાઓ, દેવીઓ અને ચમત્કારોની કથાઓ. એવી કથાઓ જે સંભાળીને તમને નવાઈ લાગે અને માન પણ થાય કે આપણી સંસ્કૃતિમાં આવી આવી સુંદર કથાઓ છુપાયેલી છે! સાંભળો એ બધી જ કથાઓ કથાનકમાં.