યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત ।
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે ।।
-ભગવદ્ ગીતા, અધ્યાય ૪, શ્લોક ૭-૮
આ સ્વયં શ્રી કૃષ્ણ દ્વારા ઉલ્લેખાયેલા શબ્દો છે. જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર હતા. જ્યારે અધર્મનો ફેલાવો થાય છે ત્યારે ધર્મની પુનઃ સ્થાપના કરવા પરમાત્મા સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. અને લક્ષ્મીના સ્વામી, યજ્ઞના ભોક્તા, પ્રજાના પાલક, બુદ્ધિના પ્રેરક અને લોકોના રક્ષક એવા પૃથ્વીના સ્વામી જ્યારે પૃથ્વી પર અવતાર સ્વરૂપે જન્મ લે છે ત્યારે દરેક જીવ માત્રનો ઉદ્ધાર થાય છે. પુરાણો મુજબ વિષ્ણુના 24 અવતારો છે. શ્રીમદ્ ભાગવતમાં દસ અવતાર મુખ્ય ગણવામાં આવ્યા છે. આ દરેક અવતારનું અનોખું મહત્વ રહેલું છે. અને એ દરેક અવતારના મહત્વને તેમની કથાઓ થકી ખુબ સુપેરે સમજાવવામાં આવ્યું છે. આ દસ અવતારની કથાઓ સાંભળવા મળશે દશાવતાર નામના પોડકાસ્ટમાં, જે જલસો મ્યુઝીક એપ પર તમારે સાંભળવી જ રહી.