આજકાલના Technologyના જમાનામાં જયારે દરરોજ કંઇકને કંઇક introduce થતું હોય છે, ત્યારે આ બધી જ નવી ખોજ વિશે માહિતગાર રહેવું ખુબ જરૂરી બની જાય છે. પણ આ માહિતી તમને ક્યાં મળી શકે? અલગ અલગ website પર જઈને આ માહિતી મેળવવી થોડી અઘરી થઇ જતી હોય છે. કોને સાચા માનવા કોને નહિ એ પણ મોટો પ્રશ્ન થઇ જાય છે, ત્યારે જલસો લઈને આવ્યું છે special પોડકાસ્ટ all about chatgpt. chatgpt એક એવી AI system છે જે કદાચ સમગ્ર technology જગતમાં revolution લાવ્યું છે. આ નવી technologyએ બધી જ વસ્તુ આંગળીના ટેરવે મૂકી દીધી છે. આ Artificial Intelligence તમને તમારા રોજબરોજના જીવનમાં ખુબ મદદરૂપ થઇ શકે છે. તમારે તમારી ઓફિસનું presentation બનાવવું હોય કે શાળાનો નિબંધ લખવો હોય કે પછી કોઈ પણ સવાલ પૂછવો હોય ChatGPT is a way to go. આવી technology વિશે વિગતમાં માહિતી આપતો પોડકાસ્ટ એટલે જલસોનો special પોડકાસ્ટ ‘ChatGPT’ વિશે જાણવા જેવું બધું જ.