ક્યારેક ક્યારેક આપણને એવું લાગતું હોય છે કે અત્યારે કંઇ પણ ઘટી રહ્યું છે કે બની રહ્યું છે એ બધું પહેલી વાર બની રહ્યું છે. ખાસ કરીને આ સમયના પ્રેમ સંબંધોમાં પણ ખરેખર એવું છે નહીં. સૃષ્ટિનો નિયમ છે કે આ સંસારમાં જે કંઇ પણ થાય છે કે થઈ રહ્યું છે એ અંતરીક્ષમાં હોય જ છે. એટલે કે ભૂતકાળમાં થયેલી ઘટનાઓ કે વાર્તાઓ અંતરીક્ષમાં સંજોવાયેલી હોય છે, જે જીવનકાળ દરમિયાન ક્યાંકને ક્યાંક પુનરાવર્તિત થતી રહે છે. જેમ કે, આ પોડકાસ્ટની પ્રેમ કહાણીઓ જ લઈ લો. એટલી સુંદર અને હેપનિંગ પ્રેમ કહાણીઓ છે કે તમને એવું જ લાગે કે આ પ્રેમ કહાણી તો આ નવા યુગની છે. આ સમયમાં આપણી આસપાસ ઘટતી દરેક પ્રેમ કહાણી આપણા વેદો અને પુરાણોમાં ક્યાંકને ક્યાંક લખાઈ ચુકી છે. જો આજની કહાણીઓ આપણને આટલી પ્રભાવિત કરી શકે છે તો આધ્યાત્મ જગતની અસલ કહાનીઓ કેટલી સુંદર હશે. આ પોડકાસ્ટમાં અમે અધ્યાત્મ જગતની કેટલી લૌકિક અને દિવ્ય પ્રેમ કહાનીઓને આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અધ્યાત્મ જગત, વેદો અને પુરાણોની કેટલી લૌકિક અને દિવ્ય પ્રેમકહાણીઓ સાંભળો ‘અહો પ્રેમમ્ !’ પોડકાસ્ટમાં જલસો પર.