પોંક એ ગુજરાતના શિયાળાની ઓળખ છે. શિયાળો એ સ્વાસ્થ્યની થોડી વધુ સંભાળ રાખવાની ઋતુ છે. આરોગ્યના દરેક પાસાની કાળજી આ ઋતુમાં થોડી વધુ રાખી શકાય છે. People become little more Health Conscious in this Season. But at the Same Time આ ઋતુમાં ભૂખ થોડી વધુ લાગતી હોય છે અને સામે ખાવાના ઓપ્શન્સ પણ એટલા હોય છે. દાઢ સતત સળક્યા કરે અને બે દાંત વચ્ચે કશુક ચવાતા રહેવું જોઈએ તેવા ક્રેવિન્ગ્સ વાળી આ ઋતુમાં એક very ટ્રેડીશનલ very authentic પણ ટ્રેન્ડી ઓપ્શન છે, પોંક.
આજકાલની ફાસ્ટ પેસ્ડ lifeમાં જયારે દુનિયા ફાસ્ટફૂડ તરફ આગળ વધી ગઈ છે ત્યારે નવી પેઢી ક્યાંક આપણા Tradition તરફ પાછી જઈ રહી છે. આપણે હોટેલ કે રેસ્ટોરેન્ટમાં બનતા ફેન્સી સલાડનાં સાક્ષી રહ્યા છીએ. પણ એમાંના અમુક સલાડમાં વપરાતા ધાન ક્યારેય લાઇવ ટેસ્ટ કર્યા છે?આવા જ એક ધાનની આપણે આ videoમાં વાત કરવાના છીએ જે છે પોંક. પોંક એટલે લીલી જુવાર જે આજકાલ ઘણાં સલાડમાં ખૂબ બહોળા પ્રમાણમાં વપરાતું ધાન છે. શિયાળાની મંદ-મંદ ઠંડીમાં પોંક ખાવાની કે પોંકના વડા કે કટલેસ ખાવાની જે મજા છે એ કદાચ ફાઈવસ્ટાર હોટેલના આ ફેન્સી સલાડમાં નથી. પણ આ બનાવવાની પદ્ધતિ એક આખો અલગ વિષય છે. જલસોની જમણ સીરીઝમાં જુઓ.