ગાયના દૂધનું મહત્વ | Gopal Sutariya (Bansi Gir Gaushala)
આપણા દેશમાં ગાય એક એવું પ્રાણી છે જેનો મહિમા વેદથી લઈને મોટા મોટા શાસ્ત્રનાં ગ્રંથો, પુરાણોમાં વર્ણવાયો છે. ‘ગાવો વિશ્વસસ્ય માતર’ એમ વેદનાં સૂત્રથી ગાયનું મૂલ્ય સમજી શકાય છે. ગો સંવર્ધન, ગો પાલન અને ખેતી કેવી રીતે કરવું જોઈએ અને કેવું હોવું જોઈએ આ બંને પ્રશ્નોનાં જવાબ બંસી ગીર ગૌ શાળાનાં સંસ્થાપક ગોપાલ સુતરીયા આ પોડકાસ્ટમાં વિસ્તારથી સમજાવે છે. ગોપાલન કેમ જરુરી છે? ગાય અને ભેંસનાં દૂધમાં શું ફેર છે? ગોબર અને ગોમૂત્રનાં અદ્ભુત ફાયદોઓ અને ગોકૃષિ એ કેવી રીતે એક શુદ્ધ, સફળ વ્યવસાય બની શકે તે જાણો આ સંવાદમાં.