હિન્દીના અધ્યાપક અને Musicologist એવા હાર્દિક ભટ્ટ ભારતીય ફિલ્મી સંગીતના એન્સાઈક્લોપીડિયા ગણાય છે. ‘આઝાદી પહેલાનું ભારતીય સંગીત’ એ વિષય પર સંશોધન કરનાર હાર્દિક ભટ્ટ ગુજરાતી સંગીતના વિશેષ જ્ઞાતા છે. જલસોના આ પોડકાસ્ટમાં તેઓએ ગુજરાતી સંગીતના ઈતિહાસ વિષે વિસ્તૃત અને સંશોધનાત્મ રજૂઆત કરી છે. જો તમે સંગીતમાં રસ ધરાવતા હોવ તો આ પોડકાસ્ટ એ સંગીતનો ખજાનો છે.
