પુષ્ટિમાર્ગીય સંપ્રદાય એ આપણી સંસ્કૃતિના અતિપ્રાચીન સંપ્રદાયમાં સમાહિત થાય છે.
પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી આચાર્ય આભરણ બાવા (શ્રી રણછોડલાલજી) અમદાવાદની દોશીવાડા પોળમાં આવેલ ગોસ્વામી હવેલી ( ગોપીનાથજી હવેલી ) નાં આચાર્ય છે. જગદગુરુ વલ્લભાચાર્ય ભગવાન પ્રેરિત પુષ્ટિ માર્ગની પરંપરામાં તેઓ ૧૬ માં આચાર્ય છે. પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી આભરણાચાર્ય ધર્મ પ્રચારક સાથે સાહિત્ય, સંગીત અને કળા પ્રવૃત્તિઓ સાથે પણ એટલા જ કાર્યરત છે. વિશેષ રીતે તેઓ હવેલી સંગીતમાં પારંગત છે. સાહિત્ય રસિક તેઓ લેખન પ્રવૃત્તિમાં જોડાયેલ હોવાથી વ્રજભાષાનાં વિવિધ પદોનું સંપાદન કર્યું છે. હાલમાં જ તેઓને ભારતીય રાષ્ટ્રવાદી લેખક સંઘ – ગુજરાતનાં અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પુષ્ટિ સંપ્રદાય શું છે? વલ્લભચાર્યજી કોણ છે? શ્રીનાથજી અને યમુના મહારાણીની જાણીતી છબી શું સૂચવે છે? પુષ્ટિ સંપ્રદાયનાં વિવિધ ઉત્સવો, મનોરથો, કૃષ્ણ મંદિર અને હવેલી વિશેની વાતો સાંભળો આ પોડકાસ્ટમાં. એ સાથે ખૂબ ચર્ચામાં આવેલી ફિલ્મ ‘મહારાજ’ ની તથ્યાત્મક વાત સાંભળો આ સંવાદમાં.