For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

જાગોરે જશોદાના જાયા, વહાણેલાં રે વાયાં | નરસિંહ મહેતા | મીરલ રાઠોડ

જાગોરે જશોદાના જાયા, વહાણેલાં રે વાયાં

તહેવારોનાં રંગમાં વધુ ઉમંગ ભરવા જલસો રજૂ કરી રહ્યું છે આ જન્માષ્ટમી પર ઉમદા ગાયક મીરલ રાઠોડનાં અવાજમાં ભાવસભર ‘પ્રભાતિયું’ .

જાગોરે જશોદાના જાયા, વહાણેલાં રે વાયાં‚

તમારે ઓશીકે, મારાં ચીર તો ચંપાયા… જાગોરે. ટેક

પાસું રે મરડો તો વહાલા ! ચીર લીઉરે તાણી‚

સરખી સમણી સૈયરો સાથે, જાવું છે પાણી. જાગો.

પંખીડા બોલે રે વહાલા ! રજની રહી થોડી‚

સેજલડીથી ઉઠો વહાલા ! આળસડાં મોડી. જાગો.

સાદડી  પાડું તો વહાલા લોકડીઆં જાગે‚

અંગુઠો મરડું તો પગના ઘૂધરા ગાજે. જાગો.

સાસુડી જાગેરે વેરણ‚ નણદી જાગે‚

ઓ પેલી રે પાડોસણ ઘેર, વલોણું વાજે. જાગો.

જેને જેવો ભાવ હોયે તેને, તેવુંરે થાએ‚

નરસૈયાચા સ્વામી વિના રખે, વાહાણલું વાએ


Original Credits :

મૂળ રચના : જાગોને જશોદાનાં જાયા

મૂળ રચયિતા : આદિકવિ નરસિંહ મહેતા

પ્રકાર – પ્રભાતિયું

 

Recreation Credits :-

ગાયક: મીરલ રાઠોડ

મ્યુઝિક: નિશીથ ધિનોરા 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz