કોડિયા તહેવારની આત્મા આ તહેવારનો જીવ છે. દિવાળીમાં લગભગ દરેક ઘર દીવાની રોશનીથી ઉજળું લાગતું હોય છે પણ તમે ક્યારેયવિચાર્યું છે કે આ દીવા બને છે ક્યાં ? કેવી રીતે ? કોણ ઘડે છે આપણી સંસ્કૃતિનો આ ઉજાસ ?
આજે જલસો તમને એક એવી જગ્યાએ લઇ જવાનું છે જ્યાં અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં દીવામાટેના કોડિયા બનેછે. અમદાવાદ શહેરનાં સરખેજનાં ફતેહવાડી વિસ્તારમાં આવેલી આઝાદનગર સોસાયટીમાં રહેતા 250 પ્રજાપતિ પરિવારનાં સભ્યોને. આ પરિવારોનું મુખ્ય કામ માટીની વસ્તુઓ બનાવવાનું છે. પરંતુ દિવાળીના અમુક મહિના પહેલા શરુ થાય છે દીવાના કોડિયા બનાવવાનો સિલસિલો. દીવાના કોડિયા બન્યા પછી જેટલા મનોરમ્ય લાગે છે તેમને બનાવવાની રીત પણ એટલી જ સુંદર છે. આજ કાલ જયારે ઘણાં લોકો pottery ને as a Hobby Peruse કરે છે ત્યારે જો તમારે ખરેખર Pottery Skills જોવી હોય તો You Have to See This Process. તમારા Instagram Aesthetics ને Match કરે એવી પ્રોસેસ છે આ .