હાર્દિક ભટ્ટ વિદ્વાન musicologist છે. તેઓ આઝાદી પહેલાની ગુજરાતી ફિલ્મના ગીતો પર સંશોધન કરી રહ્યા છે. આ સંવાદમાં તેઓ ઘણી રસપ્રદ વાતો કરે છે. તેઓ ભારતના મોટાભાગના સંગીતકારો અને ગાયકો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી ચુક્યા છે. તેમની વિદ્વતાનો લાભ જલસોની બહુ સારી રીતે મળ્યો છે. કેમકે મૂળ તો જલસો એ મ્યુઝીક એપ છે. તેથી ગુજરાતી સંગીતમાં વિશેષ રસ અને રૂચી ધરાવતા અમને હાર્દિક ભટ્ટ પાસેથી કેટલીક સાવ અજાણી વાતો જાણવા મળી છે.
