ભારતીય જ્ઞાનધારાનો ઉદ્ગમ આપણે સૌ કોઈ જાણીએ છીએ એમ, વેદ છે. વેદો કોઈએ રચ્યા નથી એટલે તેને અપૌરુષેય કહેવાય છે. કાળક્રમે તે ગ્રંથોનાં રુપમાં આવ્યાં એમાં વેદના મુખ્ય ચાર ભાગ કરવામાં આવ્યાં. જેમાં પ્રથમ મંત્રો અને પ્રાર્થનાઓ લખાઈ, બીજા ભાગમાં બ્રાહ્મણ ગ્રંથો, ત્રીજા ભાગમાં આરણ્યક ગ્રંથો અને ચોથા ભાગમાં ઉપનિષદ સાહિત્ય લખાયું હતું. ઉપનિષદ વેદના અંત ભાગમાં આવતાં હોવાથી તેને વેદાંત પણ કહેવાય છે. ઉપનિષદમાં આપણા ભારતીય તત્વજ્ઞાનની વિસ્તારથી વાત કરવામાં આવી છે. સંખ્યાની દ્રષ્ટીએ 108 ઉપનિષદ છે. એમાં મુખ્ય 10 ઉપનિષદને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે, આ દશ ઉપનિષદ ઉપર ભગવાન શંકરાચાર્યએ ભાષ્યો લખ્યાં છે. આપણે માતૃદેવો ભવ, સત્યમેવ જયતે અને તત ત્વં અસિ જેવા પ્રસિદ્ધ સુત્રો સાંભળ્યા છે. આ સુત્રો ઉપનિષદ્ માંથી લેવામાં આવ્યા છે. ઉપનિષદમાં અઢળક વાર્તાઓ છે. એમાં જગતનો ઉદ્ભવ કઈ રીતે થયો? બ્રહ્મ તત્વ શું છે? નિરાકાર ઈશ્વર કઈ રીતે પૂરા સચરાચરમાં વ્યાપ્ત છે? આવા વિવિધ સવાલો શિષ્યો ગુરુને કરે છે. જલસો પર ઉપનિષદ્ નાં ગહન ચિંતનને ઉપનિષદ કથાઓનાં રૂપમાં કહેવામાં આવ્યું છે. ઉપનિષદની રસપ્રદ વાતો અને રહસ્યો સાંભળો ઉપનિષદ કથાઓમાં.