મોનોલોગ્સએ રંગભૂમિમાં વ્યકત થતો એક ખુબ જ જુનો અને જાણીતો અભિનયનો પ્રકાર છે. આપણે ઘણા મોનોલોગ્સ જોયા પણ છે. પરંતુ જલસો પર અમે પોડકાસ્ટ તરીકે મોનોલોગ્સ રજુ કર્યા છે જેનું નામ છે ‘સ્વગત’. આપણી પૌરાણિક કથાઓમાં એટલા બધા પાત્રો છે કે તમે દરેકની પાછલી જિંદગી વિષે જાણવા લાગો તો તમને તે દરેક પાત્રમાં એક વાર્તા કે નવલકથા દેખાય, એટલા ઉતાર ચડાવવાળી હોય છે એ પાત્રોની સફર. આ એવા પાત્રો છે જે ભલે પોતાના સ્થાને ખુબ જ મજબુત છે અને બળવાન છે પણ ઈતિહાસમાં ભુલાઈ ગયા છે. એ પાત્રો અજાણ્યા રહી ગયા છે. તેમના વિષે જોઈએ એવી વાત કોઈએ નથી કરી. એમની કથાઓ આપણા સુધી પહોંચી નથી અને એટલે જ તેમની વ્યથાઓ પણ આપણા સુધી નહોતી પહોંચી. તેથી જ સ્વગતમાં લક્ષ્મણનાં પત્ની ઉર્મિલા, અહલ્યા, માધવી, દેવયાની કે પછી ઉત્તરા જેવા પાત્રોના મોનોલોગ્સથી તેમની કથા રજુ કરી છે. આ શોમાં ગુજરાતી ફિલ્મ અને નાટકનાં ઘણા જાણીતા કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે. એ વર્ષો સુધી દબાઈ રહેલી વેદનાઓને જાણે કે આ શોમાં બહાર આવે છે.