શ્રી ક્ષેત્ર – જગન્નનાથ પુરી, આખા વિશ્વમાં ભારત દેશ મંદિરોનો દેશ કહેવાય છે. ભારતનાં એક એક ગામડાનાં પાદરનું શિવ મંદિર, ગામના ચોરાનું રામજી મંદિર કે ખેતરોમાં બાંધેલું નાનું એવું દેરું, આપણા દેશમાં ભગવાન અને તેમનાં મંદિર પ્રત્યેની આપણી અખંડ આસ્થા અને
શ્રદ્ધાને દર્શાવે છે. આપણા જીવનમાં બનતી કોઈ પણ શુભ ઘટનાનું સાક્ષી આપણા ઇષ્ટદેવનું મંદિર બને છે. આપણો દરેક દિવસ શુભ રહે એ માટે આપણા નિત્ય કર્મોમાં સવારે વહેલા ભગવાનનાં મંદિર જવાનું કહેવામાં આવ્યું છે. આ રીતે મંદિર હિંદુ ધર્મનું પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે.
આપણા દેશમાં પ્રાચીન અને અદ્યતન મંદિરો થઇ 20 લાખથી વધારે હિંદુ મંદિરો હોવાનું મનાય છે. ભારતના ચારધામનાં ચારેય મંદિર તેની કલાત્મક રચના અને એ સમયના સ્થાપત્યને લીધે વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમાં પૂર્વમાં આવેલા ભગવાન જગન્નનાથનાં મંદિરની
રચના તો અદ્ભુત છે જ, પણ તેની વિસ્મય પમાડે એવી અમુક બાબતોને લીધે ત્યાં જતા દર્શનાર્થી સાથે સાથે સંશોધકોને માટે પણ જગન્નનાથ ધામ સંશોધનનો વિષય છે. જગતનાં નાથ જગન્નનાથનું હૃદય આકાશ જેવું વિશાળ છે તેવું મહાપ્રભુ જગન્નનાથનું ધામ પણ વિશાળ છે. દરરોજ લાખો ભક્તોના પગલા જે તીર્થ ક્ષેત્રમાં પડે છે તેનો વિસ્તાર આશરે 4 લાખ સ્કેવર ફૂટ અને 37000 મીટર એકરમાં ફેલાયેલો છે. જગન્નનાથ મંદિરનું પરિસર, જગન્નનાથ મંદિરમાં ઉજવાતા પર્વો, જગન્નનાથ મંદિર આસપાસ આવેલ પર્યટન સ્થળો વિસ્તારથી સાંભળો શ્રી ક્ષેત્ર જગન્નનાથ પુરી જલસોનાં ચારધામ યાત્રા Special
podcast માં.