જવાનો એ નામ બોલતા નજર સામે શું આવે ? IndianArmy આ શબ્દ સાંભળતા જ આપણને રણબંકાઓ જવાનો મુખ સામે પ્રદશિત થઇ જાય છે. જે પોતાનો જીવ ભારતમાના નામે ન્યોછાવર કરતા પહેલા પળભરનો પણ વિચાર કરતા નથી. ઘરેથી પોતાનું જીવન ભારતમાતાનાં શરણે મુકીને જ નીકળે છે. આવા બહાદુર અને શૌર્યવાન રણબંકાઓની કહાણીઓ સાંભળીને આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે. ભારતીય જવાનોની શૌર્યગાથાઓ સાંભળીને દરેક વખતે આપની અંદરનો દેશભક્ત જાગી ઉઠે. IndianArmyના આ વીર જવાનો બહાદુરી અને શૌર્યનો પરચો આપણને અવારનવાર આપતા રહે છે. ભલેને પછી કારગીલનું યુદ્ધ હોય, ઓપરેશન બ્લેક ટોર્નેડો હોય કે પછી પુલવામાં પર થયેલા અટેકનો વળતો પ્રહાર હોય. બધી જ જગ્યાએ આપણી Indian Armyના જાબાંઝ જવાનોએ આપણું નામ ઊંચું રાખ્યું છે. જે બુલેટની ફાયરીંગ, મિસાઈલ્સ, ગ્રેનેડ્સના ધડાકાનો વિચાર કરતા જ આપણા હાંજા ગગડી જાય તેવી ઘટનાઓને આસાનીથી પોતાની જિંદગીનો હિસ્સો બનાવી લેવામાં આપણા સૈનિકો ગભરાતા નથી અને માથું ભારતમાની રક્ષા કાજે તેના ખોળે મૂકી આવે છે અને ભારતમાની લાજ સાચવે છે.
આ Podcast – Roger that! માં અમે આપણા જાબાંઝ જવાનોના દિલધડક મિશનની વાત કરી છે. જેને સાંભળીને આપણી છાતી ફૂલી જાય. અને આપણને ‘ભારત માતા કી જય’ કહેવાનું મન થઇ જાય. તો સાંભળો Indian Military Forces ના જાંબાઝ મિશન્સની કહાણી Roger that સાંભળો જલસો મ્યુસિક એન્ડ પોડકાસ્ટ એપમાં.