આપણે ત્યાં ધર્મનું ખૂબ જ મહત્વ છે. અને એટલે જ આપણે ત્યાં લોકો પણ એટલા જ ધાર્મિક છે. આપણા ગુજરાતી મહિનાઓનું દરેકનું પોતાનું આગવું સ્થાન છે. એવી જ રીતે અધિક માસનું ખૂબ જ મહત્વ છે, જેને સૌથી શ્રેષ્ઠ માસ પણ કહેવામાં આવે છે. આમ તો આ પોડકાસ્ટમાં અધિક માસની કથા જ છે અને એના મહત્વ વિશેની વાત છે. આપણે ત્યાં વ્રત કરવાનો મહિમા ખૂબ આગવો છે. અને એ દરેક વ્રત કરવાની પોતાની એક વિધિ છે, એ વિધિસર જો ન કરવામાં આવે તો પાપના ભાગીદાર બનીએ છીએ, એવું પણ માનવામાં આવે છે. પરંતુ આ વ્રત વિષે વાત કરવામાં આવે તો આ વ્રત પહેલ વહેલું પાર્વતીજીએ કર્યું હતું. અને આ વ્રત કરનારને કેવાં કેવાં લાભ થાય છે, એનું શું ફળ મળે છે, કયા કયા નિયમો પાળવા, વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું, શેનું શેનું દાન કરવું અને આ વ્રતના નિયમોને કેવી રીતે છોડવા સુધીની તમામ માહિતી આ પોડકાસ્ટ થકી અમે આપવાની કોશિશ કરી છે. આ પોડકાસ્ટનું નામ રાખ્યું છે, “Purushottam Maas Ni Katha”