ઘણાંની નજર એવી હોય કે એક ઘટનામાંથી સૌથી મજા પડે એવી પળ એમને દેખાઈ જાય. સાવ સામાન્ય લગતી રોજબરોજની ઘટનામાં પણ નિકીતા એવું કઈ શોધી લે છે, જે આપણે તો જોયું જ ના હોય. જો તમે ખુલ્લા દિલથી જીવો છો અને જિંદગીને મનભરીને માણો છો તો નિકીતાનો પોડકાસ્ટ Niki’s Diary એ તમારો ગમતો શો બની શકે છે. કેરીની સિઝનનાં ચટાકા હોય કે પછી NRI ઘરે આવે ત્યારે થતી કટકટ હોય. નિકીતાએ બધું જ લખ્યું, પોતાની ગમતી ડાયરીમાં. પછી એ ડાયરીનાં પાનાં જલસોમાં શો તરીકે આવ્યાં Niki’s Diary નામે. એક ગૃહિણી કે જે બહાર જઈને કામ પણ કરે છે. એક મા જે પોતાના બાળકોની દોસ્ત પણ છે. એક પત્ની જે પોતાના પતિ અને ઘર બંનેને બેલેન્સ કરે છે, એ જયારે આ દુનિયાની રમુજી અને અનોખી વાતો લઈને આવે ત્યારે વાત એવી બને છે કે તમે પણ એ સાંભળ્યા જ કરો. કારણ કે તમને પણ આ બધા જ અનુભવો થાય છે. ફર્ક માત્ર એટલો છે કે આપણે એ અનુભવોનો ભાર લઈને ફરીએ છીએ અને નિકીતા એ બધી વાતોને સાવ હળવા પીછાંની જેમ જુએ છે. તો નિકીતા સાથે હસવા-હસવાવા અને છુપી સલાહ આપી જતા શો Niki’s Diary માણો જલસો પર.