યુદ્ધની કથાઓ હંમેશાં રમણીય હોય છે. ભારતના ઇતિહાસમાં ખેલાયેલા યુદ્ધની કથાઓ રસપ્રદ છે. ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાયેલું એક એવું યુદ્ધ જે દુનિયાના ઇતિહાસમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. ’કારગિલ યુદ્ધ’, 18000 ફૂટની ઉંચાઈ લડાયેલું આ યુદ્ધ ‘ન ભૂતો ન ભવિષ્યતિ હતું’. પાકિસ્તાનની દગાખોરી અને ભારતીય જવાનોના મહાન પરાક્રમની આ ગાથા દુનિયાએ ટીવી પર પણ નિહાળી હતી.
આ યુદ્ધે ભારતીય સૈન્યની તાકાત દુનિયાને બતાવી હતી. આ યુદ્ધે લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે જેવા શુરવીરનો પરિચય કરાવ્યો. ગ્રેનેડીયર યોગેન્દ્રસિંહ યાદવનું સાહસ અને સહનશક્તિનો પરિચય કરાવ્યો. રાઈફલમેન સંજય કુમાર અને કેપ્ટન વિક્રમ બત્રાના અદમ્ય સાહસની કથા એ કારગિલ યુદ્ધની કથા.
કારગિલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં જલસો પર અમે કારગિલ વિજય પર એક સ્પેશિયલ પોડકાસ્ટ રજુ કર્યો, જેમાં કારગિલ યુદ્ધની પૂર્વભૂમિકા, યુદ્ધની શરૂઆત, યુદ્ધના મહત્વના પ્રસંગો અને ભારતના વિજયની રસપ્રદ કથાઓ વર્ણવી છે. આ પોડકાસ્ટમાં તમને આપણા વીર જવાનોની કથા સાંભળીને તેમના પર ગર્વ થશે. જય હિન્દ.