દરેક સ્થાન કે સ્થળનું પોતાનું આગવું મહત્વ છે. આ સ્થળ, સ્થાન કે ધામ કહો તો ધામ, આ દરેકને જોવાનો અલગ અલગ દ્રષ્ટિકોણ છે. ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક કે પછી રાજકીય દ્રષ્ટિકોણ થકી દરેક જગ્યાઓને જોવામાં આવે છે. અને આ બધામાં સનાતન હિંદુ ધર્મમાં કોઈ પણ પવિત્ર સ્થાનને સૌથી પહેલા, તેને તેના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ સાથે જોવામાં આવે છે. હિમાલયની હારમાળાઓમાં આવેલી પર્વતશિખરોનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. લદ્દાખની પર્વતશ્રેણીથી 80 કિલોમીટરના અંતરે અને સિંધુ નદીના ઉત્તર કાંઠે નજીકમાં આવેલું આ સ્થળ કે જેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ છે. જે પર્વતશ્રેણી જળકૃત ખડકોથી બનેલી છે. એટલે કે એ પર્વત બારેમાસ બરફથી ઢંકાયેલો રહે છે. જેની નજીકમાં માનસરોવર પણ આવેલું છે, જેનું પણ ધાર્મિક મહત્વ ખૂબ જ મનાય છે. એ અર્ધ બરફાચ્છાદિત પર્વત એટલે કૈલાસ, કૈલાસ પર્વત. આ પોડકાસ્ટ થકી અમે કૈલાસ, કૈલાસની આસપાસની કેટલીક વાર્તાઓ, કેટલીક માન્યતાઓ, કેટલાંક રહસ્યો અને એ જગ્યાની અનુભૂતિ વિષે વાત કરી છે. જેના વિષે સતત કંઇક ને કંઇક જાણવાની ઈચ્છા થાય. જે પોતે અનેક રહસ્યોને પોતાનામાં ધરબીને બેઠો છે એવો આ પર્વત. કૈલાસ માટે અનેક એવી કિંવદંતિઓ છે, જે જાણવી જ રહી અને જેને જાણવામાં મજા જ પડે. અને એટલે જ અમે કરાવવા માંગીએ છીએ, કૈલાસ અને કૈલાસ-માનસરોવર સાથે મુલાકાત, આ પોડકાસ્ટ થકી. જેનું નામ છે “KAILASA – The Myth & The Truth”.