જો કે હસવું તો છે! :
અત્યારની સ્ટ્રેસભરી જીંદગીમાં હસવું કેટલું બધું અગત્યનું છે. આપણે ત્યાં તો એવું કહેવાય પણ છે કે ‘હસે તેનું ઘર વસે’. એટલે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં ચિંતામુક્ત હોય તે જ વ્યક્તિ ખુલ્લા મને હસી શકે છે. અને તેનું ઘર જ ભરેલું ભરેલું લાગે! રોજબરોજની આ જીવનશૈલીમાં જ્યાંથી જેટલું રમૂજ મળે તેટલું લૂંટી જ લેવું જોઈએ. એવું કહેવાય છે કે જેઓ મસ્ત મૌજી હોય, જેઓ સતત ખુશ રહેતા હોય, જેમનો મિજાજ જ હસમુખો હોય તેમની સાથે રહો, તો પણ તમારાથી દુઃખ, નિરાશા દૂર રહેતી હોય છે. દિવસની શરૂઆતથી માંડીને રાત સુધી અથવા નવા નવા સમાચારો કે લેટેસ્ટ બનતી ઘટના, પ્રસંગોમાંથી કે દુર્ઘટનાઓમાંથી પણ જેને હ્યુમર શોધી લેતા આવડે છે, તેઓ મહાન છે, તેઓ મસ્ત છે. આવા જ કેટલાક એવા લેખકો કે જેમને આ પ્રકારના પ્રસંગોને ટાંકીને એમાંથી હાસ્ય ઉપજાવતા આવડે છે. એવા લેખકોના તૈયાર લેખો કે પ્રસંગોને તેમણે પેપર પર ઉતાર્યા અને અમે તેને અવાજ આપ્યો છે. એ અવાજમાંથી હાસ્ય પેદા થઇ શકે એવા પ્રયત્નો સાથે અમે ગુજરાતના કેટલાક જાણીતા હાસ્યલેખકોના હાસ્યલેખોને સરસ મજાની ઓડિયો ટ્રીટમેન્ટ આપીને અમારી જલસો એપ્લિકેશનમાં સામાવ્યા છે. એ હાસ્યલેખકો એટલે; જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, અધીર અમદાવાદી, શિલ્પા દેસાઇ. અને અમે આ સેગ્મેન્ટને નામ આપ્યું છે; ‘Jo Ke Hasavu To Chhe – Humor Articles.’