વહેલી પરોઢ હોય ત્યારે જાગી શકનારા માટે એક વરદાન ઈશ્વર આપે છે. તે વરદાન છે ખુલ્લાં લીલા ઘાસ પર જામેલું ઝાકળ. આ ઝાકળ એ માત્ર પાણીની નાની નાની બુંદ નથી. તે સવારે જાગેલા વ્યક્તિને આખો દિવસ જે કાર્ય કરવાનું છે તેની શક્તિ આપનાર સ્ત્રોત છે. જલસો પર અમારાં મોટીવેશન માટેનાં સ્પેશિયલ શોનું નામ પણ અમે એટલે જ ઝાકળ રાખ્યું છે. જેમ આ ઝાકળ એ આખી રાત ઠરેલા પાણીની નિશાની છે, તેમ ઘણા જાણકારોએ પોતાની જિંદગીના અનુભવના નીચોડે કેટલાક સુવાક્યો કહ્યા છે. એ એક જ વાક્ય એટલું સુંદર છે કે તમને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં આશાનું કિરણ બતાવી જાય. તમને જયારે એમ લાગે કે તમે જે સમયમાંથી પસાર થઇ રહ્યાં છો તે સમય ઘણો કપરો છે. તો તે સમયે તમે ભલે ઘણા હકારાત્મક અભિગમ ધરાવનાર માણસ હોય તો પણ મનોબળ ભાંગી પડે એવું બને. આવા સમયે મહાન વિચારકો કે સફળ લોકોએ કહેલી સુક્તિઓ ખુબ જ મદદે આવતી હોય છે. ઝાકળમાં અમે એવી જ કેટલીક શ્રેષ્ઠ ઉક્તિઓનું સરળ ભાષાંતર કરી તેનો ભાવ વિસ્તાર કરી આપના સુધી લઇ આવ્યા છીએ. જે અંધારી રાત પછી આવતી રોશનીનો અહેસાસ કરાવે. સવારની હલકી હલકી ઠંડીમાં ઘાસમાં પગ મુકતા જ જેનો અહેસાસ મનને તરબતર કરી જાય એવી ઝાકળની વાતો જલસો પર.