મહાદેવ આજકાલની Generationમાં સૌથી વધારે Popular દેવ છે, એવું કહીએ તો ખોટું ન ગણી શકાય. શિવજીની આટલી લોકપ્રિયતાનું કારણ તેમની Practical ફિલસૂફી છે. મહાદેવના વિચાર અને મહાદેવના તત્વો આજની Generation થોડી વધારે સરળતાથી સમજાય અને મહાદેવના તત્વોને વધારે ઊંડાણમાં અને Practical Approch સાથે સમજાવતો પોડકાસ્ટ એટલે Decoding મહાદેવ. જ્યાં મહાદેવના બધા જ તત્વો જેવા કે સર્પ, ચંદ્ર અને રુદ્રાક્ષ વગેરે સાથે જોડાયેલી દંતકથા સાથે તેમની પાછળના વિજ્ઞાનને પણ સમજાવવામાં આવ્યું છે. Decoding મહાદેવ એ શિવને થોડા નજીકથી સમજવાનો પ્રયાસ છે.