જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ |
એટલે કે જે ‘જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે.’ શ્રીમદ્ ભગવદ્દ્ ગીતાનો આ અતિ પ્રસિદ્ધ શ્લોક ભગવાન કૃષ્ણએ અર્જુનને રણમેદાનમાં કહ્યો એ વાતને 5000 વર્ષ વીતી ગયાં, પરંતુ શ્રી કૃષ્ણના આ વચન શાશ્વત છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ વિશેષ કારણથી આ પૃથ્વી પર જન્મે છે. પરંતુ અમુક વ્યક્તિઓ એવા પણ જન્મે છે જે દુનિયાનું કલ્યાણ કરવા નિમાયા હોય. આવા વ્યક્તિના જન્મની મહત્તા સાથે તેમનું મૃત્યુ પણ વિશેષ કારણોસર યાદગાર હોય છે.
શું તમે જાણો છે ભગવાન બુદ્ધનો અંતિમ સમય કેવો હતો? ભગવાન બુદ્ધે મહાપરિનિર્વાણના સમયે અંતિમ સંદેશ શો આપ્યો હતો? બુદ્ધની મહાપરિનિર્વાણની એ ઘટનામાં કોણ કોણ સાક્ષી હતું ?
વિશ્વના આવા જ મહાનાયકોના અંતિમ સમયની કહાણી કહેવાના વિચારથી જલસોએ રજુ કર્યો ‘અંતિમ’ નામનો Podcast. જેમાં વાત કરવામાં આવી છે ભારતની આઝાદીના મહાનાયક મહાત્મા ગાંધીના અંતિમની અજાણી વાતો, તો યુરોપના મહામહાનાયક એલેકઝાન્ડર ધ ગ્રેટ- સિકંદરની, જેમણે 2000 વર્ષ પહેલા પૂરી દુનિયા જીતવા યુદ્ધો કરેલા. આ મહાન શાસકની છેલ્લી ક્ષણો શું હશે? મૃત્યુને નજીક જોઈ સિકંદર ઇતિહાસના પાનાઓમાં શું નોંધતા ગયા? જીવન એક એક ક્ષણ આપણને મૃત્યુ તરફ લઇ જતું હોય છે ત્યારે એક એવા મહાન વિચારક સોક્રેટીસ જેમણે પોતાનું મૃત્યુ હસતે મોઢે વધાવ્યું.
અબ્રાહમ લિંકન, અડોલ્ફ હિટલર, નેપોલિયન બોનાપાર્ટ, સ્ટીવ જોબ્સ, ભગતસિંહ, મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફર, ગાલિબ અને ઓશો રજનીશ જેવા વિશ્વના મહાનાયકોના અંતિમ ક્ષણોની અજાણી વાતો સાંભળો અમારા આ પોડકાસ્ટમાં. જલસોના આ ‘અંતિમ’ પોડકાસ્ટને ગુજરાતી ફિલ્મ અને થીયેટરના પ્રસિદ્ધ અભિનેતા નિસર્ગ ત્રિવેદીએ રજુ કર્યો છે. જલસોનો આ અંતિમ પોડકાસ્ટ ઇતિહાસના મહાન વ્યક્તિઓના જીવનની છેલ્લી ક્ષણોને રજુ કરીને એક અલગ જ દ્રષ્ટી રજુ કરે છે.