આમ તો કેટલાય કિસ્સા કેટલાય લોકો સાથે ઘટ્યા હશે, ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણ, જંત, મામા વગેરેનો અનુભવ ક્યાંક ને કદાચ કોઈને થયો હોય એવું બને. બની શકે કે ચાર રસ્તે કોઈ ના હોય અને ત્યાં જ કોઈ વાતો કરતું સાથે આવતું હોય એવો ભણકારો
થાય. એવું પણ બને કે તમે એક વસ્તુ રોજ રાત્રે એક જગ્યાએ મુકો અને દર બીજે દિવસે સવારે એ વસ્તુ ત્યાંથી નીચે પડેલી જ જોવા મળે. આવા આભાસ તો ઘણા થઇ શકે છે કે કોઈ છે જે તમને દેખાતું નથી. પણ જો આ આભાસ માત્ર ના હોઈ સત્ય નીકળે તો તમને કેવું લાગે! માત્ર એના બોલવાનો અવાજ માત્ર એના રડવાનો અવાજ અને માત્ર એના હસવાનો અવાજ જ સંભળાય. આ podcastમાં એવી જ રૂંવાડા ઉભા કરી દેવાવાળી કેટલીક કહાણીઓ તમે
સાંભળી શકો છો Hardik સાથે. ડરાવનું લાગે એવું, વિચીત્ર લાગે એવું કંઈક, ભયજનક, મારા ફોનમાં મોજુદ છે… જે દેખાતું નથી પણ સંભળાય છે. અદેહ – The Horror Stories પોડકાસ્ટ Jalso Music App પર.