માણસ ઘણી રીતે ખુદનો વિકાસ સાધી શકે છે પણ એને જો સાચું માર્ગદર્શન મળે તો એ આસપાસ રહેલા તમામનું જીવન તારવી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ કંઇક એવું જ માર્ગદર્શન આપ્યું હતું. શ્રી કૃષ્ણએ અર્જુન સમક્ષ રજુ કરેલી ગાથા આજ સૌ કોઈ જાણે છે. એ મહાગાથાને આપણે ગીતા સ્વરૂપે ઓળખીએ છીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના મનન થકી આપણે પણ આપણી life better બનાવી શકીએ છીએ. જલસોએ પણ તમામ શ્રાવકોને માટે રજુ કરી છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એક અનોખા અંદાજમાં. જેને જૂની જનરેશન સાથે આજની જનરેશન પણ ઉત્સાહપૂર્વક માણી શકે છે. આ પોડકાસ્ટનું નામ છે ‘Krishna’s Manual’. જે તમે સાંભળી શકો છો જલસો મ્યુઝીક એપ પર શ્રી અનન્ત કૃષ્ણ શાસ્ત્રીના અંદાજમાં.