આદિ મહાકાવ્ય રામાયણથી કોણ અજાણ છે ? ભારતીય સાહિત્યમાં રામાયણ આદિ મહાકાવ્ય છે. અને તેના રચયિતા ઋષિ વાલ્મીકિ આદિકવિ. સ્વર્ગ જેવી અયોધ્યા નગરીમાં રાજા દશરથ તેમની ત્રણ રાણીઓ સાથે સુખેથી રહેતા હતા પણ તેમણે સંતાન ન હોવાથી એકવાર તેમનામાં ગ્લાનિ જન્મી અને કુળગુરુ વસિષ્ઠ પાસે તેનું સમાધાન માંગ્યું. ઋષિ વસિષ્ઠે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો જન્મ થયો. પણ રાજા દશરથના પ્રિય રાણી કૈકયીએ બે વરદાન માંગીને રામને વનવાસ મોકલ્યા અને રચાયું ભારતનું મહાકાવ્ય.
રામાયણ લોક સંસ્કૃતિ અને લોક જીવનનો ધબકાર છે. વાલ્મીકિ રામાયણથી આપણામાં ભારતીય મૂલ્યો અને સંસ્કાર દ્રઢ થયેલા છે. વાલ્મીકિએ રામાયણની રચના કેમ કરી ? કોની પ્રેરણાથી કરી ? આપણા સાહિત્યમાં બીજી કઈ કઈ રામાયણ પ્રસિદ્ધ છે ? સંત તુલસીદાસજી કૃત રામચરિતમાનસ તો કથાકારો માટે એક મહા ભક્તિ ગ્રંથ છે. આ સિવાય જૈન રામાયણ, તમિલ રામાયણ, લોક રામાયણ અને અધ્યાત્મ રામાયણથી આપણને રામાયણની સર્વોપરિતાનો ખ્યાલ આવે છે. રામાયણના મહાત્મયનું તો ભગવાન શંકર સ્વયં ગાન કરે છે. ભગવાન બ્રહ્માએ તો ચીર સમય સુધી રામાયણ લોકપ્રતિષ્ઠિત રહેશે એવા આશીર્વાદ આપ્યા છે. આવી મંગળકારી રામાયણને પોંખવામાં જલસો કેમ દૂર રહે?
રામાયણ તેના મૂળરુપે લોક સમક્ષ કહેવાવી જોઈએ એ ભાવે જલસો આ વર્ષે સંપૂર્ણ રામાયણ રજુ કરવાનું વિચાર્યું. આ શુભ વિચારને જલસો પર સાંભળો જાણીતા લેખક, ચિંતક અને વક્તા રામ મોરીના અવાજમાં. ગુજરાતી ભાષામાં પહેલીવાર સંપૂર્ણ રામાયણ only on Jalso.