For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

Investment કઈ રીતે કરવું? With Bhavik Patel

Investment
Investment કઈ રીતે કરવું?

આર્થિક સુરક્ષા આજના યુગમાં સફળ જીવનની ચાવી છે. આપણને  પ્રશ્ન એ થાય છે – ક્યાંથી શરૂ કરીએ? “જલસા પોડકાસ્ટ”માં રોકાણ વિશેષજ્ઞ ભાવિક પટેલએ આ પ્રશ્ન નાં સરળ અને સ્પષ્ટ જવાબ આપ્યાં છે આ બ્લોગમાં કેવી રીતે દરેક સામાન્ય વ્યક્તિ નાની શરુઆતથી પણ મોટા લક્ષ્યાંકો હાંસલ કરી શકે છે  માત્ર સમજદારી  અને ધીરજથી એ જણાવવામાં આવ્યું છે. છે 

“જલસો પોડકાસ્ટ”માં ભાવિક પટેલ એ કઈ રીતે સરળ ભાષામાં નાણાંનું સુવ્યવસ્થિત આયોજન અને SIP (Systematic Investment Plan) દ્વારા સંપત્તિ નિર્માણ કરી શકાય, તેની સમજણ આપી છે.

કેમ Money Planning કરવું જરૂરી છે આજે?

આજના યુગમાં જ્યાં નાણાકીય સુરક્ષા સૌથી અગત્યની જરૂરિયાત બની ગઈ છે, ત્યાં યોગ્ય રીતે બચત અને રોકાણ કરવું એ એક પડકાર સમાન છે. આ એપિસોડનાં રસપ્રદ સંવાદમાં પોતાની જીવનયાત્રા અને નાની ઉંમરે નાણાં સંબંધિત શિસ્ત કેવી રીતે વિકસાવી તેના વિશે ખુલાસો ભાવિક પટેલ દ્વારા કરવામાં આવ્યો છે ખાસ કરીને SIP વિશેની તેમની સમજણ સામાન્ય માણસ માટે પણ નાણાંકીય વ્યવસ્થાનો આધારસ્તંભ બની શકે છે.

SIP Investment વિશેની માહિતી
આપણે ઘણી વખત SIP વિશે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું વાંચ્યું હશે પણ આપણા રસનો વિષય ન હોવાનાં કરનેઆપણે ઘણાં અંશે અજાણ્યાં બની જઈએ છે તો ભાવિક પટેલ જણાવે છે કે,  SIP એટલે Systematic Investment Plan – એટલે કે દર મહિને નક્કી કરેલી રકમ સ્ટોક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે. ભાવિક પટેલ કહે છે કે SIP એ માત્ર રોકાણ નથી, તે એક જીવનશૈલી છે. આપણે જેમ રોજ ખાવું, ઊંઘવું  કે કામ કરવું જરૂરી માનીએ છીએ, એ રીતે રોકાણને પણ જીવનનો ભાગ બનાવી દેવો જોઈએ. તેઓ કહે છે કે “EMI નહિ, પહેલા SIP કરો”, એટલે કે બચતને પ્રાથમિકતા આપવી જોઈએ. EMI તમારા પૈસાને બહાર લઈ જાય છે, જ્યારે SIP તમારા માટે લાંબા ગાળે ખૂબ ફાયદાકારક પદ્દતિ છે .
How to invest money?

વાતચીત દરમિયાન ભાવિક પટેલ આગળ તેઓ જણાવી રહ્યા છે કે સૌથી પહેલા પોતાનું લક્ષ્યાંક નક્કી કરવું જોઈએ  જેમાં આવું લક્ષ્યાંક હોઈ શકે છે  ઘર ખરીદવું, બાળકોનું ભવિષ્ય, નિવૃત્તિનું આયોજન અથવા પોતાનો  વ્યવસાય શરૂ કરવો. પછી આવક અને ખર્ચને ધ્યાનમાં રાખીને દરેક મહિને કેટલી રકમ બચાવી શકાય તેની અંદાજીત  રકમ નક્કી કરી લો. તેમણે સલાહ આપી કે દરેક વ્યક્તિએ પોતાના આવકનાં ઓછામાં ઓછા 20% રકમનું રોકાણ SIP મારફતે કરવું જોઈએ.

SIPનો એક મોટો ફાયદો છે “રૂપી કોસ્ટ એવરેજિંગ” , જે અર્થતંત્રમાં ઊતાર-ચઢાવ સમયે પણ સરેરાશ ખર્ચમાં નફો મેળવવામાં મદદ કરે છે. બજાર ઊંચું કે નીચું હોય, તમે નિયમિત રીતે રોકાણ કરતા રહો છો, જેનાથી લાંબા ગાળે સરેરાશમાં વધારે યિલ્ડ મળે છે. આવી રીતે રોકાણ કરતી વખતે, તમને બજારનાં સમયમાં પણ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે લાંબા સમય સુધી પૈસાનું રોકાણ કરવામાં આવે  તો પરિણામ આપમેળે સારું આવે છે. પૈસાનું રોકાણ કાર્ય પછી એને ભૂલી જવું જોઈએ. 

SIP is a long term investment planning

સંવાદમાં ભાવિક પટેલ સ્પષ્ટ સંદેશ આપે છે કે, SIP એ તાત્કાલિક પરિણામ લાવતી પદ્ધતિ નથી. આ એક ધીરજભરી યાત્રા છે. જેમ આપણું શરીર એક દિવસમાં સ્વસ્થ બનતું નથી, તેમ નાણાં પણ એક દિવસમાં વધતા નથી. સમય અને નિયમિતતા એ બે મુખ્ય પરિબળો છે. SIP એ નાની શરૂઆત છે, પણ મોટી સફળતાની ચાવી છે. એટલે ભાવિક પટેલ  રમુજ સાથે કહે છે કે “જમવાનું પ્લાન કરીએ છીએ તો બચતનું કેમ નહિ?”

રસપ્રદ વાત એ છે કે, તેમની વાતચીત માત્ર આંકડા અને મ્યુચ્યુઅલ ફંડની ટેકનિકલ માહિતી સુધી સીમિત નથી રહી, પરંતુ નાણાંની સમજણમાં વ્યક્તિગત વિચારશક્તિ અને લાગણી પણ કેવી રીતે મહત્વ ધરાવે છે તેનું સંવેદનશીલ વર્ણન કર્યું છે. તેમણે સમજાવ્યું કે કોઈ પણ નાણાંકીય પગલું લેતા પહેલા તમારું લક્ષ્ય અને માનસિક શાંતિ, સ્વાસ્થ્ય સમજણ મહત્વપૂર્ણ છે. 

ભવિષ્યને કઈ રીતે સુદ્રઢ બનાવવું?

જલસો પોડકાસ્ટનો આ એપિસોડ ખાસ કરીને નવી પેઢી માટે માર્ગદર્શક બની શકે છે, કારણ કે આજે ઘણાં યુવાનો નોકરી કરે છે પણ પછી જીવનશૈલીનાં ખર્ચમાં પડી જાય છે, ભાવિક પટેલ કહે છે કે, જો નાની ઉંમરમાં જ શિસ્ત સાથે રોકાણ શરૂકરી દેવું જોઈએ , તો નિવૃત્તિ સુધી એક સુરક્ષિત ભવિષ્ય બનાવવું શક્ય છે. 

અંતે એમ કહી શકાય , આ પોડકાસ્ટ માત્ર નાણાંના પ્લાનિંગ માટે જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રમાં શિસ્ત, દ્રઢતા અને લાંબા ગાળાનું વિચારવાનું સંદેશ આપે છે. જો તમે નાણાંકીય સુરક્ષા માટે પહેલ કરવા માંગો છો, તો આજે જ તમારી પ્રથમ SIP શરૂ કરો.

આ સંવાદમાં ભાવિક પટેલ દ્વારા SIP ને સરળ, સાહજિક, જ્ઞાનસભર રીતે રજૂ કર્યું છે. નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ, સમયની કિંમત, અને SIPમાં નિયમિતતા આ બધું ગુજરાતી ભાષામાં સ્પષ્ટ રીતે સમજાવાયું છે.

જો તમે નાણા બચાવવી કે રોકાણ કેમ કરવું શીખવા ઈચ્છો છો, તો આ સંપૂર્ણ ઉપયોગી વાતચીત અને બ્લોગ તમારા પથદર્શન માટે ઉત્તમ છે.

 કેમ કે ભવિષ્ય એ આજ થી જ બને છે…

સંપૂર્ણ સંવાદ સાંભળો જલસો પોડકાસ્ટ You tube ચેનલ પર, આ વિષયમાં તમને આ વાતો રસપ્રદ લાગી હોય કે ઉપયોગી રહી હોય તો ચોક્કસથી તમારા મિત્રો અને પરિવાર સાથે share કરજો.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz