કવિશ્રી ઈન્દુલાલ ગાંધી
ઘણીવાર સર્જકનાં સર્જનો જ એટલા સુવિખ્યાત બની જાય છે કે, એ સર્જનો જ કવિની, સર્જકની સાચી ઓળખ બની જાય છે. ‘આંધળી માના કાગળ’ના રચયિતા કોણ? ‘પ્રભુજીને પડદામાં રાખ માં’ કાવ્યના સર્જક કોણ? ‘એ વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં’ અને ‘ભાદરમાં ધૂવે લૂંગડાં ભાણી’ જેવાં લોકહૈયે રમતાં કાવ્યનો કર્તા કોણ? તુરંત જ બોલી ઊઠાશે કે કવિ શ્રી ઇન્દુલાલ ગાંધી. આ અમર રચનાઓ જ કવિશ્રી ઇન્દુલાલ ગાંધીની ઓળખ બની ગઈ છે.