સાયબર ક્રાઈમ અને ડિજિટલ અરેસ્ટ: નવી સદીના નવા પડકારો અને બચાવના ઉપાયો
ડિજિટલ યુગે આપણા જીવનમાં અસંખ્ય સુવિધાઓ લાવી છે. મોબાઈલ, ઈન્ટરનેટ, ઓનલાઈન બેન્કિંગ, સોશિયલ મીડિયા – બધું જ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. પણ, ટેકનોલોજી સાથે આવતાં ખતરાઓને અવગણવું શક્ય નથી. ખાસ કરીને, છેલ્લા કેટલાંક વર્ષોમાં સાયબર ક્રાઈમ અને ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓમાં ભારે વધારો થયો છે. Jalso Podcasts પર અમદાવાદના ACP (Cyber Crime) શ્રી હાર્દિક માકડિયા સાથે થયેલા વિશેષ સંવાદમાં આવા ગુનાઓની વાસ્તવિકતા, તેના પ્રકારો, બચાવના ઉપાયો અને કાનૂની પ્રક્રિયાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
સાયબર ક્રાઈમ: અર્થ અને પ્રકારો
સાયબર ક્રાઈમ એ એવો ગુનો છે, જે કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ અથવા અન્ય ડિજિટલ માધ્યમ દ્વારા થાય છે. આવા ગુનાઓમાં માત્ર પૈસા જ નહીં, પણ વ્યક્તિગત માહિતી અને જીવન પણ જોખમમાં આવી શકે છે.
મુખ્ય પ્રકારો:
- ફાઇનાન્શિયલ ફ્રોડ:
ઓનલાઈન બેન્કિંગ/પેમેન્ટ ફ્રોડ
લોન ફ્રોડ (ફેક એપ્લિકેશન દ્વારા)
ક્રેડિટ/ડેબિટ કાર્ડ ફ્રોડ
QR કોડ સ્કેનિંગ દ્વારા પૈસા પડાવવું
ફિશિંગ (ફેક વેબસાઈટ/ઇમેલ)
સ્પૂફ કોલ્સ (પોલીસ, RBI, કોર્ટ વગેરેના નામે)
ડિજિટલ અરેસ્ટ - ડેટા અને પ્રાઈવસી ઉલ્લંઘન:
પર્સનલ ફોટો/વિડિઓ લીક
ડીપફેક ટેક્નોલોજી (ફેક વીડિયો/ઓડિયો)
બ્લેકમેલિંગ - અન્ય:
ગેમિંગ ફ્રોડ
ક્રિપ્ટોકરન્સી ફ્રોડ
ચાઈલ્ડ પોર્નોગ્રાફી
સાયબર ક્રાઈમ સાથે જોડાયેલી કાનૂની માહિતી
- IT Act 2000: ભારતમાં ડિજિટલ ગુનાઓ માટે મુખ્ય કાયદો.
- IPC Section 419/420: ચીટિંગ અને ફ્રોડ માટે.
- Section 66C/66D: આઈડેન્ટિટી થેફ્ટ, ચીટિંગ દ્વારા પર્સનલ ડેટાનો દુરુપયોગ.
- Section 67, 67A, 67B: પોર્નોગ્રાફી અને અશ્લીલ સામગ્રી માટે.
- Section 66E: પ્રાઈવસી ઉલ્લંઘન.
ઓનલાઈન ફ્રોડની નવી રીત
ડિજિટલ અરેસ્ટ એ એક અત્યંત ખતરનાક અને નવીન પ્રકારની ઠગાઈ છે. તેમાં ગુનેગાર પોતાને પોલીસ, કોર્ટ, RBI, CBI અથવા અન્ય અધિકૃત સંસ્થા તરીકે ઓળખાવે છે. તેઓ સ્પૂફ કોલ, વોઇસ ક્લોનિંગ, અથવા ફેક ડોક્યુમેન્ટ દ્વારા વ્યક્તિને ડરાવે છે કે તેમના પર કાયદેસર કાર્યવાહી થશે, જો તેઓ તાત્કાલિક પૈસા નહીં આપે.
ડિજિટલ અરેસ્ટ કઈ રીતે થાય છે?
- કોલ અથવા મેસેજ:
“તમારા નામે કોર્ટમાં કેસ છે”, “તમારા પાન કાર્ડનો દુરુપયોગ થયો છે”, “CBI તપાસ કરી રહી છે” વગેરે કહીને ડરાવે છે. - ડરાવા માટે ઓડિયો/વીડિયો:
સ્પૂફ નંબરથી પોલીસ/કોર્ટનું લોગો, વોઇસ મેસેજ, અથવા વીડિયો મોકલે છે. - પર્સનલ ડેટા સાથે બ્લેકમેલ:
“તમારા મોબાઈલમાં રહેલા ફોટા/વિડિઓ લીક કરી દઈશું”, “તમારા પરિવારને બધું જણાવી દઈશું” વગેરે ધમકી આપે છે. - તાત્કાલિક પેમેન્ટની માંગ:
“ફાઇન ભરવી પડશે”, “કેસ બંધ કરવા માટે પૈસા આપો” વગેરે કહીને પૈસા પડાવે છે.
ટેકનોલોજી અને AI નો દુરુપયોગ
- ડીપફેક: કોઈની વાસ્તવિક તસવીર કે અવાજને બદલીને ફેક વીડિયો બનાવવો
- વોઇસ ક્લોનિંગ: વ્યક્તિના અવાજનો નકલો કરીને પરિવારજનોને કોલ કરવો
- ફેક ડોક્યુમેન્ટ: પાન કાર્ડ, આધાર કાર્ડ, પોલીસ લેટર વગેરેની નકલી કોપી
- એપ્લિકેશન ફ્રોડ: ફેક લોન એપ, ગેમિંગ એપ, વગેરે
ટેકનોલોજી કે પછી કોઇપણ નવી શોધનો ઉદ્ભવ હંમેશા એક સારા વિચાર સાથે અને હિત માટે જ થયો હોય છે પરંતુ માણસની લાલચ જ તેને કાં તો એ ટેકનોલોજીનો દુરુપયોગ કરી ગુનેગાર બનાવે છે કાં તો લાલચમાં ભોળવાઈ, અજ્ઞાનતા સાથે તે ગુનાનો ભોગ બનાવે છે. ACP Hardik Makadia ખૂબ જ સુંદર વાત કરે છે કે,’સાયબર ક્રાઈમને રોકવા માટે એક જ રસ્તો છે અને તે છે Awareness. કારણ કે આજે ટેકનોલોજીના આ યુગમાં દિવસે ને દિવસે તેમાં બદલાવો આવ્યા કરે છે. જો માણસ પોતાની લાલચને કંટ્રોલ કરવા લાગે તો આ બધા જ ગુનાઓનું ભોગ બનતા તે બચી શકે છે.’
સાયબર ક્રાઈમ વિશેની રસપ્રદ માહિતી
ACP Hardik Makadia એક ચોંકાવનારી માહિતી આપે છે કે આજે ભારતમાં જેટલા પણ સાયબર ક્રાઈમના કિસ્સાઓ બને છે તે મોટે ભાગે ચાઇનીઝ ગેંગ વડે જ ઓપરેટ થાય છે. આ બધા ગુનાઓમાં ભારતીય લોકો માત્ર એક માધ્યમ તરીકે કામ કરે છે પરંતુ મૂળે તો આ ચાઇનીઝ લોકો વડે ઓપરેટ થાય છે. એટલે આનો અર્થ એમ થાય કે આપણા જ દેશના લોકો એ ભારતીય લોકોને છેતરે છે અને અંતે બધો લાભ એ બહારના લોકો લે છે. આજે ભારતમાં ઘણા બધા રાજ્યોમાં અને શહેરોમાં સાયબર ક્રાઈમને એક વ્યવસાયની માફક ચલાવવામાં આવે છે, યુવાન લોકોને શીખવવામાં આવે છે જે ચિંતાજનક છે.
ઈન્ટરનેટના આ જમાનામાં આપણી માહિતી, ડેટા આ બધાને સાચવવું ખૂબ જ જરૂરી બન્યું છે. ACP Hardik Makadia ખૂબ જ સરસ ઉદાહરણ સાથે જણાવે છે કે,’જયારે અડધી રાત્રે કોઈ આપણા ઘરે અચાનક જ બહાર આવે છે ત્યારે આપણે કેટલું સાચવીને દરવાજો ખોલીએ છે તે પહેલા પણ ઘરના લોકોને જગાડીએ છે, કોઈક આપણી પાસે કોઈ ડોક્યુમેન્ટ કે માહિતી માંગે તો આપણે તે આપતા પહેલા 100 વાર વિચારીએ છે. તો ઓનલાઈન માધ્યમમાં કેમ આટલી સરળતાથી આપણા ડેટાને શેર કરી દઈએ છે?’ આ વાત વિચારવા જેવી છે. ઈન્ટરનેટ ઉપર શેર કરેલી કે થયેલી માહિતી ક્યાં પહોંચે છે તેના ફૂટપ્રિન્ટ્સ જાણવા પણ મુશ્કેલ છે એટલે આપણો ડેટા ક્યાં જાય છે, કઈ રીતે વપરાય છે તે જાણવું લગભગ અશક્ય જ છે. તેથી આપણે જાગૃત રહીને બધી સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ.
સાયબર ક્રાઈમથી બચાવના ઉપાયો
- અજાણ્યા કોલ/મેસેજ/ઇમેલ પર વિશ્વાસ ન કરો
કોઈ પણ અધિકૃત સંસ્થા ક્યારેય ફોન/મેસેજ દ્વારા પર્સનલ ડેટા, OTP, પાસવર્ડ, પેમેન્ટની માંગ કરતી નથી. - પર્સનલ ડેટા સુરક્ષિત રાખો
મોબાઈલ, કમ્પ્યુટર, સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મજબૂત પાસવર્ડ અને 2-ફેક્ટર ઓથન્ટિકેશન રાખો. - અનધિકૃત એપ્લિકેશન ડાઉનલોડ ન કરો
માત્ર પ્લે સ્ટોર/એપ સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. - ફોટો/વિડિઓ શેર કરતી વખતે સાવચેતી રાખો
કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વ્યક્તિગત માહિતી, ફોટો કે વીડિયો શેર ન કરો. - ફેક વેબસાઈટ/લિંક ઓળખો
કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા તેની સાચાઈ ચકાસો. - જાગૃતિ અભિયાનમાં જોડાઓ
પોલીસ, સરકાર, અને સામાજિક સંસ્થાઓ દ્વારા ચાલતા જાગૃતિ અભિયાનમાં ભાગ લો.
ફ્રોડ થયા પછી શું કરવું?
- તુરંત 1930 પર કોલ કરો
આ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર છે. - cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ કરો
તમારી ફરિયાદ તરત જ સંબંધિત પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. - તમારા બેન્કને સૂચિત કરો
ટ્રાન્ઝેક્શન બ્લોક કરવા માટે બેન્કને તરત જાણ કરો. - પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવો
આ સંપૂર્ણ સંવાદ સાંભળવા જેવો છે, જોવાનું ચૂકશો નહીં. સાયબર ક્રાઈમને હરાવવા માટે જાગૃતિ ફેલાવવી તે સૌથી પ્રબળ હથિયાર છે માટે જ આ પોડકાસ્ટને અંત સુધી જોજો અને અન્ય લોકો સાથે શેર પણ કરજો. જુઓ ACP Hardik Makadia સાથેનો સંપૂર્ણ સંવાદ માત્ર Jalso Podcasts YouTube Channel પર.