For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

માનસિક સ્વાસ્થ્ય કેમ જરૂરી છે?

માનસિક સ્વાસ્થ્ય

માનસિક સ્વાસ્થ્યની વાત કેમ કોઈ કરતું નથી?

માનસિક સ્વાસ્થ્યની જયારે વાત કરવામાં આવે ત્યારે લોકો મન ખોલી વાત કરી નથી શકતા અથવા તો એ આ બધી વાતો કરતાં સંકોચાય છે. વર્તમાન સમયમાં જયારે લોકો Social Media પર વધુ અને સામે હોવા છતાંય ઓછા હાજર હોય છે, દેખાદેખી અને અસલામતી સતત અનુભવતાં હોય છે ત્યારે આજનાં સમયમાં માનસિક સ્વાસ્થ્ય વિષે વાત થાય એ ખૂબ જરૂરી થઈ ગયું છે. Jalso Podcast પર ડૉ. નિરા પટેલ સાથેનાં આ ખાસ સંવાદમાં સામાન્ય લોકોનાં મનમાં ઉદ્ભભવતા કેટલાંક સામાન્ય સવાલોનાં જવાબ મળશે. ડૉ. નિરા પટેલ જાણીતાં Psychologist છે એમનો આ વિષય પર ખૂબ વખણાયેલ પોડકાસ્ટ Jalso Application પર.

વાંચો એમની સાથેની વાતચીતનાં અમુક અંશો અહિયાં.

પ્રશ્ન:- માનસિક સ્વાસ્થ્યની વાતમાં બધા સરખા હોય છે ?

ઉત્તર:- હા, માણસ તો માણસ જ છે બધાંની Struggle કદાચ અલગ અલગ હોય શકે, પરંતુ એને જીલવાની તાકાત કે ક્ષમતા, એમની સાથેનો જોડાણ કેટલો Healthy છે એ ખૂબ અગત્યનો છે, અને એટલાં દેશ વિદેશનાં અનુભવ પછી સમજાય છે કે માણસ માણસ જ છે જે વસ્તુ આપણને નથી ગમતી એ કદાચ વિશ્વનાં કોઈ બીજા ખૂણે બેઠેલા વ્યક્તિને પણ એના માટે Same feelings હોય શકે, કે કોઈનું કહેલું ખરાબ લાગી જાય કે મનમાં દુઃખ લાગી જાય, કોઈ પરિસ્થિતિ
માંથી બહાર આવવામાં થોડો વધુ સમય લાગી જાય આ દરેક બાબત બહુ કોમન છે. પરિવાર બધાનાં માટે Important છે અને family સાથેનો સંબંધ છે એ જ ખાસ સૌથી વધુ Impactful છે.

પ્રશ્ન:- Behavior ને લગતા Disorders કયા છે ?

જવાબ:- Behavior એટલે સ્વભાવ. તમારો એકબીજા સાથેનો વાતચીત કરવાનો, Express થવાની જે રીત છે એ Behavior છે. આ Issues ત્યારે જ શરુ થાય જયારે તમે કોઈ સીધી લીટીમાં થવું જોઈએ એ નહી પણ કંઈક Odd Behave
કરો. એટલે વધારે પડતો ગુસ્સો કરો છો, ચૂપ રહો છો, બહુ વધારે પ્રમાણમાં ચીડિયાપણું આ બધાં તેનાં લક્ષણો છે. નાના બાળકો કે પછી આજકાલ તમે જોઈ શકો છો, કે કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ શાંત બેસી ન શકે, કોઈ કામને એકાગ્રતાથી કરી ન શકે, જલ્દી આવેગમાં આવી જાય, તોડફોડ કરી દે વગેરે.
આ સ્વભાવ કોમન નથી ત્યારે એમની સાથે Process કરવું થોડું દુઃખદ થાય છે. આ Behavior સતત ચાલે છે. આ બધાં જ લક્ષણો છે કે, કોઈ એવી ઘટના બની અને તમને ગુસ્સો આવ્યો ને એક Certain wayમાં તો સમજી શકાય પણ, કોઈ એવી બાબત કે વાત ન હોય અને છતાં પણ તમને એટલો આવેગ થાય કે એ Behavior ને લગતા Disordersની નિશાની છે.

પ્રશ્ન :- Anger Management એટલે શું?

જવાબ :- સ્વભાવમાં બદલાવ અને એવાં બધા લક્ષણો પછી અમુક ટેસ્ટ હોય છે જેનાં પરથી ખબર પડે કે Anger Managementની જરૂર છે કે કેમ, અને આ હાલના સમયમાં Anger Issues are big problem. લોકો પોતાનાં ગુસ્સાને લગતા પ્રશ્નો લઈને ડોક્ટર પાસે આવતા હોય છે. અને આ બધામાં કોમન વાત જે જોવા મળે છે એ છે નાનપણનાં કોઈ અનુભવો કે કિસ્સા, તમારું બાળપણ, પરિવાર, માતા-પિતા, કે શાળાનાં સાથેના અનુભવ કેવા છે?
ઉદાહરણ લઈએ કે જો માતા-પિતામાં કોઈને Anger હોય એ બાળકમાં પણ જોવા મળે છે.

પ્રશ્ન:- Actual Depression શું છે ?

જવાબ :- આ પણ એક પ્રકારનો Disorder છે, અને લોકો આજ કાલ બહુ Casually use કરે છે કે I am Depressed.
Depression is a big word. એના ઘણાં પ્રકાર છે તમને Depression છે એવું કોઈ Professional જ State કરી શકે છે, એ પણ Proper testings પછી જ. તેની લાંબી પ્રક્રિયા છે. વાતાવરણમાં મજા નથી કે તમે low feel કરતાં હોવ એનો મતલબ એમ નથી કે તમે Depressionમાં છો. અહિયાં હું અમુક લક્ષણો જણાવું અને એ બધાં જ જો તમને 2 Weeksથી વધુ હોય તો તમને Depressionનાં લક્ષણો પોતાને છે એવું ગણી શકો. જે નીચે મુજબ છે.

  • સતત થાક અનુભવવો
  • સવારે ઉઠવાની ઈચ્છા ન થાય
  • બહુ બધું કામ કર્યું હોય એવું શરીરમાં અનુભવાય
  • સતત low Mood રહેવો
  • કોઈ પણ જગ્યાએ રસ ન રહે, મન ન લાગે
  • Body Functionમાં Change લાગે, શરીરમાં Pain રહે
  • જમવામાં રસ ન રહે
  • જમવાની આદત પણ બદલાઈ જવી કાં તમે ખૂબ વધુ જમો અથવા
  • તમારી ભૂખ મરી જવી
  • તમે સરખું ઊંઘી ન શકો અથવા તમે ઊંઘ ઊંઘ જ કર્યા કરો.
પ્રશ્ન:- કઈ એજના લોકો ડીપ્રેશનનો સૌથી વધારે સામનો કરી રહ્યા છે ?

જવાબ :- 12 વર્ષથી 45 વર્ષનાં Age Groupમાં જોવા મળે છે. અલગ અલગ પ્રકારનાં, જગ્યાનાં ખાસ કરીને Middle Ageમાં જોવા મળે છે.

પ્રશ્ન:- Anxiety basic લક્ષણો અને ઉપાયો શું છે?

જવાબ:- Stress શબ્દ આપણે ખૂબ સંભાળીએ છીએ જે ૨ પ્રકારનાં હોય છે. એક છે Positive Stress એક છે Negative Stress. Positive Stress જેને EU કહેવામાં આવે છે, એ Stress તમારાં workને, Perfomanceને Inhance કરે છે.
Negative Stress જે તમારાં Perfomanceને અટકાવે છે, તમે એટલું બધું Stressful feel કરો છો કે તમે સરખું કામ નથી કરી શકતા. જો તમે આ Negative Stressને ધ્યાન નથી આપતા અને એ સતત વધતું જાય ત્યાર પછી Second step Anxietyમાં પરિણમે છે. હવે આ Anxietyનાં શું લક્ષણો હોય છે ? –
એ આ મુજબ છે.

  • હદયનાં ધબકારા વધી જાય
  • હાથ-પગમાં સતત પરસેવો થયા કરે
  • પેટમાં vacuum Create થતું હોય એવું લાગે
  • છાતીનું ભારે લાગવું
  • હાથ-પગમાં ધ્રુજારી થવી
  • સરખું વિચારવાની ક્ષમતા ન રહેવી
  • આંખની જોવાની ક્ષમતામાં ફરક પડવો
    આ બધાં જ લક્ષણો એક સાથે જોવા મળે અને લાંબા સમય સુધી જોવા મળે ત્યારે તમે એવું માની શકો કે આ Anxiety attacks અથવા Panic attacks જેને આપણે કહીએ છે. આ બંને વચ્ચે થોડો નજીવો ફરક છે. Anxiety તમે જાતે Control કરી શકો છો, ક્યારેક તમારી આસપાસ કોઈ હોય તો તમે એની મદદ પણ લઈ શકો છો.
    આ પરિસ્થતિમાંથી બહાર આવવા માટેની અમુક પદ્દતિ છે જેમાં કોઈ 5 વસ્તુઓ ને જુઓ અને તમારી 5 senses use કરો, 4 અવાજ સાંભળો, 3 વસ્તુઓને પકડવા પ્રયત્ન કરો, 2 ઊંડા શ્વાસ લેવા, 1 સુંદર વિચાર કરવો. જો તમારા પાસે chocolate હાજર હોય તો એ ખાઓ, અને આ બધું કર્યા કરો. વારા ફરતી, શાંત થાઓ ત્યાં સુધી આ કર્યા કરો.
પ્રશ્ન :- overthinking કેવી રીતે મટી શકે ?

જવાબ :- સૌથી પહેલાં જાતે નિરીક્ષણ કરવું પડશે કે, ક્યારે overthinking થઈ રહ્યું છે, ઘણી વાર લોકોને ખબર જ નથી હોતી કે એ લોકો વધુ પડતાં વિચાર કરી રહ્યાં છે. Its like a spiral એક વિચાર પછી બીજો વિચાર પછી ત્રીજો વિચાર ઘણી વાર વ્યક્તિને ખબર પણ નથી હોતી કે એણે શરૂઆત ક્યાંથી કરી. એનાં માટે Psycology માં ઉપાય પણ આપેલ છે જયારે તમને આવું લાગે કે તમે overthinking કરી રહ્યાં છો તો તમે Reverse વિચાર કરો કે તમને એક વિચાર પહેલાં જ કયો વિચાર આવ્યો હતો.
પછી એના પહેલાં કયો વિચાર આવ્યો હતો આ કરવાથી તમને ખ્યાલ આવશે કે અમુક વસ્તુ તો વિચારવા જેવી જ નથી. આ કામ પણ Calm ન કરે તો સૌથી પહેલાં તમે જે જગ્યાએ બેસીને વિચાર કરી રહ્યાં છો એ જગ્યાએથી shift થાઓ અને બીજી જગ્યા પર જઈને બેસો.
થોડું walk કરી આવો, પાણી પીઓ અને પોતાને કહો કે આટલું બધું વિચારવાની જરૂર નથી.
અને છતાંય એક પેન પેપર લો અને વિચારોનો એક Flow હોય છે એને લખી દો. આપણા વિચારોની speed એ લખવાની speed કરતાં ચાર ગણી હોય છે આ લખવાના કારણે એમાં ફેરફાર થશે.
વિચારોની ગતિ ઓછી થશે અને પછી બંધ થઇ જશે. આ સાથે તમે કેવું Content Social Media પર જુઓ છો એનું ધ્યાન રાખો કારણકે તમે જેવું જોશો એવાં મહદઅંશે બનવા લાગો છો.

આ સિવાયનાં બીજાં ઘણાં ઉપયોગી સવાલોનાં જવાબ આ સંવાદમાં તમે Jalso Podcast Channal પર સાંભળી શકો છો.
આ મનમાં ચાલતા કેટલાક પ્રશ્નોનાં જવાબ સાંભળવાનું ભૂલશો નહી.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz