મહાશિવરાત્રી એ શિવનો અનેરો ઉત્સવ છે. આપણી પરંપરામાં ભગવાન શિવ માટે આખો શ્રાવણ મહિનો છે. છતાં મહાશિવરાત્રિનું મહત્વ અનેરું છે. શૈવ સંપ્રદાયના ભક્તો અને અઘોરી બાવા માટે મહાશિવરાત્રી સૌથી મોટું પર્વ છે. જુનાગઢની ભવનાથની તળેટીમાં આજના દિવસે નાગાસાધુઓની રવેડી નીકળે છે. મહાશિવરાત્રિનું આ મહાપર્વ શિવના આરાધકો માટે બહુ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.
મહાદેવનું ડમરું, રુદ્રાક્ષ, ત્રિશુલ, બીલીપત્ર અને શિવલિંગ આપણને કેવી રીતે અસર કરે છે? શિવરાત્રીના મહા પર્વે સૌ ભગવાન ભોળાનાથની આરાધના કરશે જ. પરંતુ ભગવાન ભોળાનાથ, એ નામ લેતા અમુક વસ્તુ નજર સામે દેખાઈ. ડમરું, રુદ્રાક્ષ, બીલીપત્ર, ત્રિશુલ અને સૌથી વધુ જાણીતું શિવલિંગ. આ બધા વગર શિવની કલ્પના જ ન થઇ શકે. શું તમે જાણો છો આ બધાનું મહત્વ શું છે?
એવું કહેવાય છે કે ડમરું recreation symbolize કરે છે. જો આપણે ડમરુંના shape ને notice કરીએ તો પહેલા એ expands થાય છે પછી સંકોચાય છે અને પછી ફરીથી expands થાય છે. અને એ દુનિયાને, દુનિયાની ઉત્પત્તિને represent કરે છે. just like damru પહેલા એ expand થાય છે, destroy થાય છે અને ફરીથી expand થાય છે. હા આ આખી process એટલી obvious નથી હોતી પણ similarity છે. which we cannot deny Recreation, destruction, recreation આ બધું જ એક rythem છે.
તમને ખબર છે બીલીપત્રના પાનથી તમે શિવત્વ અનુભવી શકો છો ? Not Kidding. શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાનું ખાસ મહત્વ છે.
આજકાલના સમયમાં આપણા માટે Aura, Energy આ બધા શબ્દો ખૂબ Common થઇ ગયા છે . બીલીપત્ર આવા જ કોઈ Reasone થી મહાદેવ સાથે જોડાયેલુ છે.એવું કહેવાય છે બીલીપત્ર Sound ના Reverbrance ને Catch કરે છે Hold કરે છે, Absorb કરે છે અને એટલે જ શિવલિંગ પર બીલીપત્ર ચડાવ્યા પછી લોકો બીલીપત્રને ઘરે લઇ જાય છે. કારણકે બીલીપત્ર મહાદેવની Energy, શિવલિંગની Energy Hold કરે છે.
શિવમહાપુરાણ અનુસાર જ્યારે સમુદ્રમંથન વખતે ઝેર નીકળ્યું ત્યારે તેની અસરથી તમામ દેવી-દેવતાઓના જીવો વ્યાકુળ થવા લાગ્યા અને સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. આ પછી, દેવતાઓ અને અસુરોએ ભગવાન શિવને સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે પ્રાર્થના કરી અને એટલે ભોલેનાથે એ ઝેર પોતાની હથેળી પર રાખીને પીધું. ઝેરની અસરથી પોતાને બચાવવા માટે, તેમણે વિષ ને પોતાના કંઠમાં જ ધારણ કરી લીધું, જેના કારણે શિવજીનું ગળું વાદળી થઈ ગયું અને તેથી મહાદેવને ‘નીલકંઠ’કહેવાયા .પરંતુ આ વિષની અસરથી ભોલેનાથનું માથું ગરમ થઈ ગયું. આવા સમયે, દેવતાઓએ તેમના માથાની ગરમીને શાંત કરવા માટે ભગવાનશિવના માથા પર પર પાણી રેડવાનું શરૂ કર્યું અને તેમના માથા પર બીલીના પાન ચઢાવ્યા. બીલીપત્ર ચઢાવવાનું કારણએ હતું કે તેની પ્રકૃતિ ઠંડી હોય છે. ત્યારથી પાણી અને બીલીપત્રથી ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ થયું. અને આજ દિન સુધી ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું ખૂબ મહત્વ છે.
એવી જ રીતે કહેવાય છે કે શિવની સૌથી નજીક એ રુદ્રાક્ષ છે. શિવનું આંતરિક તત્વ, શિવના આંસુ. શું તમને ખબર છે કે રુદ્રાક્ષનું મેડીકલ સાયન્સમાં ખૂબ મહત્વ છે.
એવું કહેવાય છે કે રુદ્રાક્ષ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જગ્યાના auraને, energyને directly impact કરે છે. રુદ્રાક્ષમાં પણ ઘણા પ્રકાર હોય છે. એકમુખી, દ્વિમુખી, પંચમુખી. અને રુદ્રક્ષમાં પણ શિવની જેમ constructive and destructive બંને energies છે. એટલે એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ કોઈ વ્યક્તિનો life path અને to the level destiny change કરી શકે છે. રુદ્રાક્ષમાં calmig energy છે કે જે તમારી physical healthને અને તમારી systemને ખૂબ significantly improve કરે છે. Rudraksh works as a cocoon for your energy. એ તમારી energyને વીખરાવા નથી દેતું. અને એના purest ફોર્મમાં એને intact રાખે છે.
આ મહાશિવરાત્રીએ શિવના અમુક તત્વો વિષે જાણ્યું. આ બધા વિષયોને ધ્યાનમાં રાખીને જલસો પર એક સુંદર પોડકાસ્ટ તૈયાર કર્યો છે. Decoding Mahadev. આ વાતમાં રસ પડ્યો હોય તો એ પોડકાસ્ટ જરૂર ગમશે.