જલસો પર રમેશ પારેખ સૌથી વધુ સંભાળાતા સર્જક પૈકીના એક છે. તેમની 200 થી વધુ રચનાઓ જલસો પર અલગ અલગ રીતે પ્રસ્તુત થયેલી છે. એ મખમલમાં રજુ થયેલી કવિતા હોય, સમન્વયમાં રજુ થયેલા ગીતો હોય કે Live Jamming માં પ્રસ્તુત થયેલા ગીતો હોય. જલસો પર રમેશ પારેખના અવાજમાં તેમની કવિતા પણ છે.
ગુજરાતી ગીત કવિતાનું સર્વોચ્ચ શિખર ગણી શકાય એવું નામ એટલે કવિ રમેશ પારેખ. રમેશ પારેખે ગુજરાતમાં જે લોકપ્રિયતા હાંસલ કરી છે એવી લોકપ્રિયતા ભાગ્યે જ કોઈ અન્ય સર્જકે હાંસલ કરી હશે. સાહિત્યમાં તેમનું પ્રદાન ગીત, ગઝલો, વાર્તા અને બાળ સાહિત્ય ક્ષેત્રે વિશેષ છે. પરંતુ તેમની ઓળખ બની ગયા તેમના ગીતો. તેમના ગીતો થકી ગુજરાતી કવિતા વિશ્વભરમાં પહોંચી. તેમની ગીતોમાં ગુજરાતી પ્રજાએ પોતાની છબી જોઈ. તેમના અછાન્દસમાં રહેલો વ્યંગ્ય આજે પણ સાચો સાબિત થાય એવો છે. તેમની ગઝલોમાં રહેલી નાજુક લાગણી હજુ પણ અનુભવી શકાય છે. જલસો પર રમેશ પારેખ ક્યાં ક્યાં પ્રસ્તુત થયા છે એની આછેરી ઝલક આપવી છે.
જલસો પર રમેશ પારેખ ક્યાં એની શરૂઆત તો કવિતાથી જ થાય ને? રમેશ પારેખને અંજલી આપવા માટે ગુજરાતી ફિલ્મ, સંગીત સાહિત્ય અને થીએટરના અનુભવી કલાકારોના અવાજમાં તેમની કવિતાના પઠનનો એક સુંદર ઉપક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કવિ તુષાર શુક્લ, સ્વાતી દવે, સુભાષ બ્રહ્મભટ્ટ, શ્યામલ મુનશી, સૌમિલ મુનશી, રજુ બારોટ, પ્રશાંત બારોટ, પૌરવી જોશી, નિસર્ગ ત્રિવેદી, ગૌરાંગ આનંદ અને દીપ્તિ જોશીના અવાજમાં તેમની કવિતાનું પઠન કરવામાં આવ્યું હતું. એ કવિતાઓ પણ કેવી? રાણી સોનાદેનું મરશિયું જેવી અદ્ભુત રચના તુષાર શુક્લ વાંચતા હોય ત્યારે રૂંવાટા ઉભા થઇ જાય! જ્યાં સ્વાતી દવેના અવાજમાં યાદ આવે… સુભાસ બ્રહ્મભટ્ટના અવાજમાં મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર કવિતા સાંભળતા રોમાંચિત થઇ જવાય. સૌમિલ મુનશીની અવાજમાં વરસાદ ભીંજવે, રાજુ બારોટના અવાજમાં જળને કરું જો સ્પર્શ જેવી અનેક રચનાઓ સાંભળવા મળશે.
રમેશ પારેખના ગીતોના ઘણા આલ્બમ જલસો પર સાંભળવા મળશે. જેમ કે રમેશ ક્યાં મળે રમેશમાં? નામના આલ્બમમાં રિષભ મહેતાએ સ્વરાંકન કરેલા 17 ગીતો છે, જે રિષભ મહેતા, ગાયત્રી ભટ્ટ, રાગ મહેતા અને સ્વર મહેતા દ્વારા ગાવામાં આવ્યા છે. રમેશ પારેખની ગઝલના આલ્બમમાં તેમની 21 ગઝલો આશિત દેસાઈ, હરિશ્ચંદ્ર જોશી, નયનેશ જાની અને ક્ષેમુ દિવેટિયા જેવા સ્વરકારોએ કમ્પોઝ કરેલી છે. Ramesh Parekh Superhit નામના આલ્બમમાં તેમના સુપર હીટ ગીતોનો સંગ્રહ છે.
Ramesh Parekh – Remembering નામના આલ્બમમાં તેમની 80 કવિતાઓ વિવિધ વ્યક્તિઓના અવાજમાં રજુ કરેલી છે. રમેશ પારેખની એક સાથે આટલી બધી કવિતાઓ ઓડિયો ફોર્મેટમાં જલસો સિવાય ક્યાંય પણ સાંભળવા નહીં મળે. તેમના ગીતો અને ગઝલો Live Jamming માં અલગ અલગ ગાયકો એ ગાયા હોય એની સંખ્યા તો ઘણી…બધી છે. ટૂંકમાં કહી શકાય કે જલસો પર રમેશ પારેખ અત્ર તત્ર સર્વત્ર સાંભળવા મળે.