હનુમાનજી નો પ્રભુ શ્રીરામ સાથેનો સુંદર મેળાપ.
જેના રોમ રોમમાં રામનામ છે.જે દાસનુદાસ કહેવાય છે. એવા શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી નો પ્રવેશ રામાયણમાં કિષ્કિન્ધા કાંડમાં થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામની દિવ્ય ગાથાનું જ્યાં જ્યાં ગાન થાય છે ત્યાં શ્રી હનુમાનજીનો વાસ હોય છે. વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસ બંનેમાં હનુમંત ચરિત્રનું ભિન્ન ભિન્ન વર્ણન મળે છે. રામચરિત માનસમાં હનુમાનજીનું દિવ્ય ચરિત્ર મળે છે. શ્રી હનુમાનજીના જન્મની કથા સ્કંદપુરાણ, શિવપુરાણ અને લોકકથાઓમાં જુદી જુદી છે. તે બધી જ કથાઓ લેખક રામ મોરી પાસેથી સાંભળો તેમની અનોખી શૈલીમાં. સુગ્રીવ અને વાલી સાથે જોડાયેલી કથા પણ અહીં સાંભળી શકાય છે.