સૌમ્ય જોશી સાથે થયેલા આ સંવાદમાં તેઓ એક મજબૂત સ્ક્રીપ્ટ કઈ રીતે બને અને તે સાથે સાથે તેમના ખૂબ પ્રચલિત નાટકો, ગીતો અને ફિલ્મો વિશે વાત કરે છે.
ગુજરાતી ભાષા અને નાટ્યક્ષેત્રમાં આધુનિક સમયમાં લેખક અને દિગ્દર્શક તરીકેનું સૂર્ય સમાન તેજસ્વી નામ એટલે “સૌમ્ય જોશી”. તેમના લિખિત નાટકો “વેલકમ જિંદગી”, “પાડાની પોળ”, “આઠમાં તારાનું આકાશ”, “૧૦૨ નોટ આઉટ” અને એવા તો અનેક નાટકો ખૂબ જ પ્રસિદ્ધ છે, 300-500 શોસ થયા છે અને એટલું જ નહીં અનેક રચનાઓનું હિન્દી ભાષામાં પણ અનુવાદ થયેલું છે અને “૧૦૨ નોટ આઉટ” નાટક ઉપરથી તો બોલીવુડમાં ફિલ્મ પણ બની છે. આ સિવાય તેમની લિખિત કવિતાઓ શબ્દોની એક અલગ ધાર ધરાવે છે. તેમની દરેક રચનાઓમાં એ નાટક હોય કે પછી કવિતા દરેકમાં સમાજ પ્રત્યેનો એક આગવો અભિગમ સ્પષ્ટ રીતે સંભળાય છે અને આપણને તેના ઉપર વિચાર કરવા મજબૂર કરે છે.
તેમના લિખિત અનેક ગીતોને આપણે ગુજરાતી ફિલ્મો અને બોલીવુડની ફિલ્મોમાં સાંભળીએ છે જે ખૂબ જ સુંદર રીતે અને સરળતાથી આપણે સૌને કંઠસ્થ રહી જાય છે. એક સ્ક્રીપ્ટનું બંધારણ કેવું હોવું જોઈએ, ગુજરાતી ભાષામાં નાટકોની શું સ્થિતિ છે, તેમની લિખિત કવિતાઓ તેમજ નાટકો અને આવા ઘણાં રસપ્રદ વિષયો પર સૌમ્ય જોશી “Jalso Podcast” પર વાત કરે છે, વિગતે સાંભળો આ પોડકાસ્ટમાં.