સુંદરકાંડ વિશેની અલૌકિક કથાને સાંભળો આ પોડકાસ્ટ વિડિઓમાં
જામવંત દ્વારા શ્રી હનુમાનજીને પોતાની શક્તિઓ યાદ આવે છે. શ્રી હનુમાનજી અષ્ટ સિદ્ધી દાયક તો છે જે પણ તુલસીદાસજી શ્રી હનુમાનજીના આઠ સુંદર ગુણો કહ્યા છે. સુંદરકાંડ માં હનુમાનજીની દિવ્યતા અને પ્રતાપનું સુંદર વર્ણન છે. હનુમાનજીને પોતાની શક્તિઓ યાદ આવતા તેઓ વિરાટ સ્વરુપ ધારણ કરે છે. શ્રી હનુમાનજીનું આ વિરાટ સ્વરુપ જોઈ ઋષિ – મુનિ, દેવો તેમની સ્તુતિ કરે છે. પ્રકૃતિના દરેક તત્વો તેમને માર્ગ આપે છે.
આ એપિસોડમાં સાંભળશો કે આપણે હનુમાનજીને ગોઠણે તેલ કેમ ચઢાવીએ છીએ. મૈનાક પર્વત અને ગિરનાર પર્વત વિશેની પૌરાણિક કથા પર્વતોને પાંખો હતી એ વિસ્મય પમાડે તેવી રસસભર કથા સાંભળશો. હનુમાનજીની આંખે લંકાનું દર્શન, અને માતા સીતા સાથેનો સંવાદ,અને અનેક રાક્ષસોને પળવારમાં પરાસ્ત કરી સીતાજીનો સંદેશ લઇ પાછા ફરે છે. રાક્ષસોની નગરીમાં એક સજ્જનરરુપ વિભીષણને જોઇને તેમને કૈક હાશ થાય છે.