સંજયલીલા ભણસાલીને છોડીને ગુજરાતી ફિલ્મો બનાવવા આવેલા અભિષેક જૈન ગુજરાતી ભાષાના એક ટ્રેન્ડ સેટર ફિલ્મમેકર છે. અભિષેક જૈન, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું એક એવું નામ જેણે ગુજરાતી ફિલ્મને એક નવી દિશા દેખાડી છે. કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ જેવી ફિલ્મોના નિર્માતા અભિષેક જૈન સાથેનો આ ઉત્તમ સંવાદ સાંભળવા જેવો છે. તેઓ કારકિર્દીની શરૂઆત સંજયલીલા ભણસાલી જેવા દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક સાથે કરી હતી.
ગુજરાતી ફિલ્મોને અર્બન ફિલ્મો એવું ટેગ તેમની ફિલ્મો થકી મળ્યું છે. જેમ ફિલ્મી ક્ષેત્રે તેમણે નવીનતા લાવી એ જ રીતે તેમણે ગુજરાતી OTT ક્ષેત્રે પણ નવું સાહસ કર્યું હતું. એક અનુભવી ફિલ્મકાર તરીકે તેમના અનુભવો ગુજરાતી ફિલ્મમેકર માટે પથદર્શક બની શકે છે. આ સંવાદમાં ગુજરાતી film industryની પાછલા ૧૦-૧૨ વર્ષની સફર વિશેની વાતો છે. સાથે એ પણ જાણવા મળે છે કે હાલ આપણી ભાષાની મુવીને શેની જરૂર છે.