શ્રીસૂક્તમ ના પાઠ કઈ રીતે કરવા?
‘શ્રી’ કહીએ કે પછી ‘દેવી લક્ષ્મી’ કે પછી ‘મા ભગવતી’ કે પછી ‘શકિત’ તેમની પૂજાનું આપણી સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે. કહેવામાં આવે છે કે ‘શ્રી’ની પૂજા અને અનુષ્ઠાન કરવાથી ધન-ધાન્ય, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ પૂજા કરવી કઈ રીતે? શ્રીસૂક્તમ એ ખૂબ જ પ્રાચીન અને દિવ્ય સ્તોત્ર છે, ઋગ્વેદમાં આ સ્તોત્રનો ઉલ્લેખ થયેલ છે. ‘શ્રીસૂક્તમ’ અને ‘શ્રીયંત્ર’ ની આરાધના ખૂબ જ દિવ્ય ગણવામાં આવે છે, તેની પૂજા એક ચોક્કસ પદ્ધતિથી કરવામાં આવે છે. તો શું છે આ પદ્ધતિ? શ્રીયંત્રની પૂજા કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? કેમ શ્રીવિદ્યા છે એક ગુપ્ત વિદ્યા? જાણો આ બધી જ વાતોને આ અદ્ભુત પોડકાસ્ટમાં. ગુપ્ત નવરાત્રિ દરમિયાન શ્રીસૂક્તમના પાઠ કરવાનું ખૂબ મહત્વ છે. તો જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટને અને જાણો રહસ્મય-અદ્ભુત વાતોને. શ્રીસૂક્તમના સંપૂર્ણ સચોટ અર્થને પણ આપ અહીં સાંભળી શકશો. શ્રી હર્ષદેવ માધવ સંસ્કૃત ભાષા સાહિત્યનાં સુપ્રસિદ્ધ વક્તા, લેખક અને કવિ છે. તેઓ શ્રી તંત્રવિદ છે. તંત્ર વિદ્યા પર તેમનો વિષદ્ અભ્યાસ છે. તેઓ શ્રી એ તંત્ર વિદ્યાને સમજાવતા અને અન્ય સંસ્કૃત, ગુજરાતી ભાષાનાં ૧૫૦ જેટલા પુસ્તકો લખેલ છે. સાહિત્ય અકાદમી એવોર્ડ સહિત તેઓ અનેક એવોર્ડથી સન્માનિત થયેલ છે.