વિકી ત્રિવેદી ગુજરાતી ભાષાનું એક નવું નજરાણું છે. તેઓ કવિ હોવાની સાથોસાથ નવલકથાકાર અને અનુવાદક પણ છે, તેમના જીવનની તડકી છાંયડી આ સંવાદમાં રજુ થઇ છે. તેઓ છેલ્લા થોડાક સમયથી ગુજરાતી ભાષામાં ખુબ જાણીતું ને માનીતું થયેલું નામ છે. વિકી ત્રિવેદી કવિ કરતા પણ વધારે તો અનુવાદક અને નવલકથાકાર છે, એ બહુ ઓછા લોકો જાણે છે. તેમની ખાસિયત એ છે કે તેઓ ગઝલ અને કવિતા થકી સાહિત્યમાં જાણીતાં થયા છે પણ કવિતા જ એ એમનો એક માત્ર પ્રેમ નથી. તેમની ૩ નવલકથાની સીરીઝ હમણાં ખુબ જ વંચાઈ રહી છે. તેમણે વાર્તાઓ પણ લખી છે. મૂળ ઉત્તર ગુજરાતની માટીની મહેક લઈને આવેલ વિકી ગુજરાતી ભાષાને એક નવી ફ્લેવર આપી રહ્યા છે. તેમની કવિતામાં પણ તેઓ ઈશ્વરને પડકારતા જોવા મળે છે. તેમની કવિતામાં જયારે મા નો ઉલ્લેખ આવે ત્યારે આહ અને વાહ બંને એક સાથે નીકળી જાય એવી સશક્ત તેમની કલમ છે. જલસોની સાત વર્ષની ઉજવણીના ભાગરૂપે કવિતાભરી સાંજનું આયોજન કરેલું. તેમાં તેઓએ તેમની ગઝલો થકી ખરેખર એ સાંજને શાનદાર બનાવી દીધી હતી.