આજે પૂરો દેશ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મશગૂલ છે. દરેક વ્યકિત ભગવાન રામને વધાવવા આતુર છે. ત્યારે જલસોએ પણ ભગવાન રામને વધાવવા એક સુંદર પગલું ભર્યું. અને આપણી માતૃભાષામાં સંપૂર્ણ રામાયણ ઓડિયો પોડકાસ્ટ રુપે જલસો એપમાં રજૂ કરવામાં આવ્યો. જાણીતા લેખક, વક્તા રામ મોરી દ્વારા સંપૂર્ણ રામાયણ પ્રસ્તુત કરવામાં આવી છે. આ એપિસોડમાં સાંભળો રામાયણની રચના કરવા માટે ઋષિ વાલ્મીકિને કયા સંજોગોમાં ભગવાન બ્રહ્માએ આદેશ કર્યો હતો?. રામાયણ સાથે જોડાયેલ ક્રોંચવધની કથા શું છે? સૌ પ્રથમ રામાયણનું ગાન કોને કર્યું હતું?.
ભગવાન રામના પુત્ર લવ અને કુશ કેવી રીતે રામ કથાનું ગાન કરતા કરતા અયોધ્યા પહોંચ્યા અને શ્રી રામને તેમની જ સંપૂર્ણ કથા સંભળાવી. આ બધો જ ઇતિહાસ અને રામ જન્મ કેમ થયો તે આખી કથા સાંભળો આ એપિસોડમાં લેખક રામ મોરી સાથે. વધુ એપિસોડ સાંભળવા માટે ડાઉનલોડ કરો જલસો ગુજરાતી મ્યુઝિક ઍન્ડ પોડકાસ્ટ.