મુખવાસના ઘણા ફાયદા છે. after a meal mouth freshner તરીકે તો કામ કરે જ છે પણ સાથે સાથે તમારી ઓરલ હેલ્થ પણ improve કરે છે અને digestion માં પણ ઘણો ફાયદો કરે છે. મુખવાસ પ્રાચીન ભારતમાં ઓરલ health જાળવવા માટે આયુર્વેદિક ઉપચાર તરીકે પણ લેવામાં આવતો. અનેં એટલે જ કદાચ આપણા પૂર્વજોએ મુખવાસની આદત આપણા અંદર ઉતારી હશે એમ કહી શકાય. આજે ભલે મુખવાસને લોકો તેના refreshing taste માટે ખાતા હોય પણ એની શરૂઆત એક health remedy તરીકે થઇ હતી.
આજે દિવાળી હોય, કોઈ તહેવાર હોય, નવા લગ્નનું ઘર હોય કે પછી બીજું કાઈ. મુખવાસ is a must. હોટેલમાં જમવા જાઓ અને છેલ્લે મુખવાસ ન હોય તો એવું જ લાગે કે કંઈક તો ખૂટે છે. મુખવાસનું ચલણ રાજઘરાનામાં પણ ઘણું રેહતું it used to be as a symbol of luxury. પણ આજે મુખવાસ જાણે દરેક ગુજરાતી ઘરનો એક અભિન્ન અંગ બની ગયું છે. પણ આવા સ્વાદિષ્ટ અને યુનિક મુખવાસ લેવા ક્યાંથી.? જો માં સવાલ તમને થતો હોય તો I have a place for you. અને એ જગ્યા છે રાણીના હજીરા આગળનું મુખવાસ બજાર.