કવિ અનિલ જોષીની ખૂબ જ જાણીતી રચના ‘મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી’ જે આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાયના યાદગાર સ્વર અને સ્વરાંકન સાથે અતિશય લોકપ્રિય છે.
ગુજરાતી સંગીતના યાદગાર ગીતોમાંનું આ ગીતને જલસો પ્રસ્તુત કરે છે એનું સુંદર રિક્રીએશન ગાયક જોગિન ઢેબરના અવાજમાં. જેમાં સંગીત આપ્યું છે નિશીથ ધિનોરાએ.