પવિત્ર નવરાત્રીના 9 દિવસોમાં માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિ કરવામાં આવે છે. એ નવ દિવસો દરમિયાન ક્યાં દિવસે ક્યાં દેવીની ભક્તિ કરવાની, એ દેવીનું મહાત્મ્ય, ધાર્મિક વિધિ એ બધું આ મોર્ડન નવરાત્રીમાં ક્યાંક મિસિંગ હોય એવું કદાચ તમે પણ અનુભવ્યું હશે.
આપણા આ મહોત્સવ વિશે વિગતે વાત કરી શકે એવા ઘણા વિદ્વાનજનો આપણી પાસે છે, જલસોએ એમાંના એક ઉત્તમ કવિ, ગીતકાર એવા તુષાર શુક્લ સાથે મળીને એક સુંદર પહેલ કરી એ ‘જાગતી જ્યોત જગદંબા’.
અહી તુષાર શુક્લએ પ્રથમ નોરતા વિશે સુંદર વાતો કરી છે. આ નવલા નોરતે જલસોના ગરબે આપ ઘૂમતા જ હશો ત્યારે એ ગરબાના તહેવારનું મહત્વ જાણવા આ વિડીયો અચૂક જુઓ.